Home /News /sabarkantha /Idar: જાણો કેવી રીતે થાય છે અળસિયાની ખેતી? ખેડૂતોને શું થાય છે ફાયદો

Idar: જાણો કેવી રીતે થાય છે અળસિયાની ખેતી? ખેડૂતોને શું થાય છે ફાયદો

X
ખેડૂત

ખેડૂત વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી સારી આવક મેળવે છે.

ઈડરના ખેડૂત અળસિયાની ખેતી કરે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર ખેતીમાં વાપરવાથી જમીનને નુકસાન થતું નથી. જમીનની ગુણવત્તામાં વધારો થાય છે. તેઓ પાસે હાલ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે 700 જેટલા બેડ છે.

Raj Chaudhary, Sabarkantha: દેશમાં આજે ખેડૂત ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યો છે ત્યારે સાબલવાડ ગામના દિશાંતભાઈએ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. ખેડૂત દિશાંતભાઈ અળસિયાથી બનેલું વર્મી કમ્પોસ્ટ ખાતર વેચીને મહિને સારી આવક મેળવી રહ્યા છે.

દિશાંતભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે અને મહિને સારી આવક મેળવે છે.દિશાંત ભાઈ ના કહેવા પ્રમાણે બે વર્ષ અગાઉ તેઓ ખેડબ્રહ્મા ખાતે એક ખેતી વિષયક માહિતીની બેઠકમાં ગયા હતા ત્યાંથી તેમને પ્રેરણા મળી કે પોતાના ખેતરમાં જો વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવી વેચવાથી સારી આવક મેળવી શકાય છે.



ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓએ ત્રણ મિત્રોની સાથે મળીને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની શરૂઆત કરી હતી.



આ ખાતર બનાવવા માટે તેઓએ સૌ પ્રથમ આણંદ યુનિવર્સિટી અને દાંતીવાડા ખાતેથી 120 કિલો આફ્રિકન જાત ના અળસિયાં લાવીને પોતાના ખેતરમાં ૫ બેડ બનાવ્યા હતા.



ખેડૂતના જણાવ્યા પ્રમાણે જે ખેડૂતો વર્મી કમ્પોસ્ટ ખાતરનો ખેતીમાં ઉપયોગ કર્યો હતો તેઓને પાકમાં સારૂ ઉત્પાદન મળ્યું હતું. વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરવાથી રાસાયણિક ખાતર કરતા ખેતીમાં સારૂ ઉત્પાદન થાય છે.



સતત સારા પરિણામ આવતા તેઓએ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાના બેડમાં પણ વધારો કર્યો હતો. વર્મી કંમ્પોસ્ટ બનાવવા હાલ તેઓ પાસે 700 બેડ છે.



વર્મી કમ્પોસ્ટ ખાતર ખેતીમાં વાપરવાથી જમીનને નુકસાન થતું નથી. જમીનની ગુણવત્તામાં વધારો થાય છે.જમીનને ફળદ્રુપ બનાવવાની સાથે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધે છે.



વર્મી કમ્પોસ્ટ ખાતર મૂળમાં ઉતરી મૂળના વિકાસમાં મદદ કરે છે અને રાસાયણિક ખાતરના સરખામણીમાં વધુ પ્રમાણમાં મૂળનો વિકાસ કરે છે.
First published:

Tags: Farmer in Gujarat, Local 18, Sabarkantha