હિંમતનગર: કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત અનુસાર હિંમતનગરના બેરણા ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ સમગ્ર ઘટના બની હતી. જેમાં એક મહિલા સાથે 2 લોકોના મોત ઘટના સ્થળે જ થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.