Home /News /sabarkantha /સાબરકાંઠાનાં કડિયાદરા ગામમાં થાય છે 45 ફૂટ ઉંચા રાવણનું દહન, જુઓ કેવી છે ગામની તૈયારીઓ

સાબરકાંઠાનાં કડિયાદરા ગામમાં થાય છે 45 ફૂટ ઉંચા રાવણનું દહન, જુઓ કેવી છે ગામની તૈયારીઓ

રાવણ દહન

સાબરકાંઠાનાં ઇડર તાલુકામાં આવેલું કડિયાદરા ગામ (Kadiadra Gam) અહીની નવરાત્રી (Navratri 2021) અને રાવણ દહન (Ravan Dahan) માટે સમગ્ર રાજ્યમાં વિખ્યાત છે. અહીં ગામવાસીઓ રાવણ દહનને ખાસ મહત્વ આપે છે. તેને 'વિજય ઉત્સવ' તરીકે ઉજવે છે.

સાબરકાંઠાનાં ઇડર તાલુકામાં આવેલું કડિયાદરા ગામ (Kadiadra Gam) અહીની નવરાત્રી (Navratri 2021) અને રાવણ દહન (Ravan Dahan) માટે સમગ્ર રાજ્યમાં વિખ્યાત છે. અહીં ગામવાસીઓ રાવણ દહનને ખાસ મહત્વ આપે છે. તેને 'વિજય ઉત્સવ' તરીકે ઉજવે છે. તેઓ માને છે કે આ જ અસત્ય પર સત્યનો વિજય છે. અને તેથી જ દર વર્ષની પરંપરા આજે પણ જીવંત છે. અહીં છેલ્લા 38 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે. અને આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે.

આ પણ વાંચો-જૂનાગઢ: વણઝારી ચોકની ગરબી, આઝાદી પહેલાની આ ગરબી હજુ પણ એવી જ લોકપ્રિય છે - Video

કેવી છે ગામવાસીઓની તૈયારી
આ વખતે વર્ષ 2021માં રાવણ દહનની તૈયારી વિશે વાત કરતાં અહીંનાં નવરાત્રી 'માઇ મંડળ'નાં સભ્ય હર્ષદભાઇ એચ પટેલનાં જણાવ્યાં અનુસાર, આ વખતે 45થી 50 હજાર રૂપિયાનું દારુખાનું રાવણનાં પુતળામાં ભરવામાં આવ્યું છે. અને આ માટેની ખાસ તૈયારીઓ થઇ ગઇ છે. ગામનાં હાઇસ્કૂલનાં મેદાનમાં રાવણ દહન દર વર્ષે આયોજવામાં આવે છે. આ વખતે પણ આ આયોજન કરવામાં આવ્યું છે જોકે આ વખતે કોરોનાની ગાઇડલાઇન સંપૂર્ણ ફોલો કરવામાં આવી છે તેથી ફક્ત ગણતરીનાં ગ્રામજનોની હાજરીમાં જ આ રાવણ દહન કરવામાં આવશે. જોકે દર વર્ષે આ રાવણ દહનમાં ન ફક્ત ગ્રામવાસીઓ પણ આજુબાજુનાં ગામનાં લોકો અને ગ્રામજનોનાં સગા સંબંધીઓ શહેરથી રાવણ દહન જોવા આવે છે.



ક્યારે થયો હતો પહેલો રાવણ દહન
વર્ષ 1984માં કડિયાદરા ગામમાં સૌ પહેલો રાવણ દહન કરવામાં આવ્યો હતો. જે ગામનાં કડિયા ભાલચંદ્ર ભાઇ કડિયાએ બનાવ્યો હતો. તેઓ હાલમાં હયાત નથી. પણ તેમણે શરૂ કરેલી આ પરંપરા આજે પણ હયાત છે. તે સમયે વાંસ અને ઘાસમાંથી રાવણ બનાવવામાં આવ્યો હતો. તે સમયે ગામમાં રામ મંદીરથી શોભા યાત્રા નીકળતી હતી અને નદીનાં પટમાં રામજીની મૂર્તિની હાજરીમાં રાવણ દહન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-ભૂમિ ત્રિવેદી અને રાહુલ વૈદ્યનાં 'ગરબે કી રાત...' સામે ગઢવી સમાજનો વિરોધ, રાહુલ વૈદ્ય એ માંગી માફી

જે બાદ બે ત્રણ વર્ષ માટે રાવણ દહનની પરંપરા અટકાવવામાં આવી હતી. જે બાદ ફરીથી રાવણ દહન શરૂ કરવામાં આવ્યું અને છેલ્લાં 38 વર્ષથી આ પરંપરા ચાલુ છે. વર્ષ 1992માં 22 ફૂટ ઊંચુ લોખંડનું પુતલું બનાવવામાં આવ્યું. જેનું હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં દહન થતું. અને વર્ષ 2015માં ગ્રામજનોએ તેનાંથી પણ મોટું 45 ફૂટ ઉંચો રાવણ બનાવ્યો. આ માટેનું લોંખડનું પાંજરુ અને રાવણનું મુખ તૈયાર છે. તેને મઢીને તેને દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. જેમાં ફટાકડાં અને ઘાસ ભરી રાવણ દહન કરવામાં આવે છે. જે આતશબાજી જોવા આખુ ગામ આવે છે. આતશબાજી થયા બાદ રાવણ દહન થાય છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Dasera 2021, Navratri 2021, Ravan Dahan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો