Home /News /sabarkantha /સાબરકાંઠાઃ કડિયાદરાની 117 વર્ષ જૂની પાઠશાળા બંધ કરતા લોકોમાં રોષ, નનામી કાઢી કર્યો વિરોધ

સાબરકાંઠાઃ કડિયાદરાની 117 વર્ષ જૂની પાઠશાળા બંધ કરતા લોકોમાં રોષ, નનામી કાઢી કર્યો વિરોધ

નનામી કાઢતા ગામ લોકોની તસવીર

સાબરકાંઠના કડિયાદરા ગામમાં 117 વર્ષ જૂની પાઠશાળા બંધ થતાં ગામલોકો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

ઇશાન પરમાર, સાબરકાંઠાઃ સાબરકાંઠના કડિયાદરા ગામમાં 117 વર્ષ જૂની પાઠશાળા બંધ થતાં ગામલોકો અને વિદ્યાર્થીઓએ (Students) હોબાળો મચાવ્યો હતો. ગામ લોકો દ્વારા ટ્રસ્ટીઓની નનામી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. સાથે સાથે ટ્રસ્ટીઓ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટીઓની ગેરરીતિના કારણે પાઠશાળા (school) બંધ થઇ હોવાનો પણ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના (Sabarkantha) કડિયાદરા (Kadiyadara)ગામમાં 117 વર્ષી જૂની બ્રહ્મકર્મોદાયી પાઠશાળા આવેલી છે. વર્ષોથી ચાલતી આ સંસ્કૃત પાઠશાળાને બંધ કરવામાં આવી હતી. જેના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા ગામ લોકોએ ગામમાં નનામી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો.

જે એમ તન્ના હાઇસ્કૂલના પ્રિન્સિપલ જસુબાઇ દેસાઇના જણાવ્યા પ્રમાણે પાઠશાળા ટ્રસ્ટીઓની ગેરરીતિના કારણે બંધ થઇ છે. ટ્રસ્ટીઓની પોતાની જાતે મનમાની કરીને વિદ્યાર્થીઓને કાઢી મુક્યા છે. પાઠશાળાના વહિવટદારો ચેરીટેબસ ટ્રસ્ટના નિયમો તેમ જ અનુદાન લેતી સરકારી નીતિ કરતા ટ્રસ્ટીઓએ પોતાની મનસ્વી રીતે ઘટેલા ઘરના નિયમોથી વહિવટ કરતા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. પાઠશાળા અને ટ્રસ્ટના વહિવટ માટે એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીને અન્ય ગામમાંથી આયાત કરી સંસ્થાની પ્રતિષ્ટા ધૂળધાણી કરી અને ટ્રસ્ટના બંધારણને નેવે મૂકી વહિવટ કરતા હોવાના પણ આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ-ટ્રાફિક પોલીસ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પેમેન્ટ એપથી દંડ વસૂલશે

સાથે સાથે એવા પણ આરોપ મૂકવામાં આવ્યા છે કે, સંયુક્ત શિક્ષણ નિયામકએ પણ સંસ્થાના ટ્રસ્ટીઓને એક તરફી સાંભળીને પાઠશાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પાઠશાળાની પ્રતિષ્ઠા જોવાની જરુરી હતી અને કર્મચારીઓને સાંભળ્યા વગર બંધ કરવાના કારણોની યોગ્ય ચકાસણી કર્યા વગર સંચાલકની મેલી મુરાદ પાર પાડવામાં સહાય કર્યો હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે.
First published:

Tags: Sabarkantha