G-20 સમિટ : PM મોદીએ કહ્યું -માનવતા પર કેન્દ્રીત થાય વૈશ્વિકરણ, WHOને કરવું પડશે મજબૂત

G
Updated: January 1, 1970, 5:30 AM IST
G-20 સમિટ : PM મોદીએ કહ્યું -માનવતા પર કેન્દ્રીત થાય વૈશ્વિકરણ, WHOને કરવું પડશે મજબૂત
કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુરુવારે જી-20 સંમેલન (G-20 summit)નું આયોજન કરવામાં આવ્યું

કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુરુવારે જી-20 સંમેલન (G-20 summit)નું આયોજન કરવામાં આવ્યું

  • Share this:
નવી દિલ્હી : દેશ-દુનિયામાં ફેલાયેલ કોરોના વાયરસની (Coronavirus)મહામારી વચ્ચે ગુરુવારે જી-20 સંમેલન (G-20 summit)નું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક નેતાઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજા સાથે વાત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi)એ કોરોના વાયરસની મહામારી (Covid 19)પર વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન સલાહ આપી હતી કે આ સમયે વૈશ્વિકરણ આર્થિક કે વિત્તીય ક્ષેત્ર સિવાય ઇંસાનિયત પર કેન્દ્રિત હોવું જોઈએ. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે આ સમય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં (WHO) સુધાર કરવાનો છે. તેમણે કહ્યું કે આપણે ડબલ્યુએચઓને વધારે મજબૂત કરવું પડશે. WHO પાસે શરુઆતમાં આ મહામારીને નિપટવાનો જનાદેશ ન હતો, આ જ કારણે WHOનું સશક્તિકરણ જરુરી છે. કોરોના મહામારાની પ્રારંભિક ચેતાવણીની ક્ષમતા કે પ્રભાવી ટિકાના વિકાસ માટે આવશ્યક છે. આપણે નવા વૈશ્વિકરણ લક્ષ્ય નક્કી કરવા પડશે. ભારતની પ્રશંસા જી-20 સંમેલન દરમિયાન બધા સદસ્ય દેશોએ ભારતની પ્રશંસા કરી હતી. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત ફક્ત કોરોના મહામારીથી લડવા માટે ક્ષેત્રિય સ્તર જ કામ કરી રહ્યું નથી તે વૈશ્વિક સ્તર પર કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો હતો કે કોરોના વાયરસથી સંબંધિત રિસર્ચ બધા દેશો એકબીજાને શેર કરે. આ સાથે જી-20 દેશોએ કોરોના મહામારીના કારણે થઈ રહેલા નુકસાનને ભરપાઇ કરવા માટે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રુપિયા યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય સેવાઓને વધારે સશક્ત કરવા અને વધારવાની જરુર છે. સાથે સંકટની સ્થિતિમાં મહામારીથી નિપટવા માટે પ્રબંધન પ્રોટોકોલની જરુર છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर