Home /News /rajkot /Rajkot News: રંગીલા રાજકોટના વધુ એક કલાકારે રિયાલિટી શોમાં રંગ જમાવ્યો, ફાઇનલમાં જમાવટ બોલાવી!

Rajkot News: રંગીલા રાજકોટના વધુ એક કલાકારે રિયાલિટી શોમાં રંગ જમાવ્યો, ફાઇનલમાં જમાવટ બોલાવી!

X
એમેઝોન

એમેઝોન મીની ટીવીના રિયાલીટી શો પ્લેગ્રાઉન્ડ સિઝન-2માં રાજકોટનો ડંકો

રાજકોટના વંશ પંડ્યાએ આજે amazon મીની ટીવીના પ્લેગ્રાઉન્ડ સિઝન 2 રિયાલીટી શોમાં ફાઈનલમાં પહોંચીને રાજકોટનું નામ રોશન કર્યું છે.

Mustufa Lakdawala,Rajkot : રાજકોટના વંશ પંડ્યાએ આજે amazon મીની ટીવીના પ્લેગ્રાઉન્ડ સિઝન 2 રિયાલીટી શોમાં ફાઈનલમાં પહોંચીને રાજકોટનું નામ રોશન કર્યું છે. વંશ પંડ્યા યુવા કન્ટેન્ટ સર્જક છે. જેને રિયાલીટી શોમાં સારૂ પ્રદર્શન કરીને ફાઈનલમાં સારૂ પ્રદર્શન કર્યું છે. વંશ પંડ્યા દિગ્ગજ યુટ્યૂબર આશિષ ચંચલાણીની ટીમના કન્ટેસ્ટન્ટ રહ્યાં છે. ત્યારે આવો જાણીએ વંશ પંડ્યા પાસેથી જ કે કેવી રીતે તે અહિંયા સુધી પહોંચ્યો.

વંશ પંડ્યાએ જણાવ્યું હતું કે મારી જર્ની 8 મહિના પહેલા જ્યારે ઓડિશન આવ્યું ત્યારથી શરૂ થઈ છે.ઓડિશનમાં મે મારો ઈન્ટ્રો આપ્યો કે હું ગુજરાતમાં શું કરૂ છું.ક્યારે મે કોન્ટેન્ટ ક્રિએશનનું શરૂ કર્યું, ક્યારે વીડિયો બનાવવાના શરૂ કર્યા,મારી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ શું છે, યુટ્યુબ પ્રોફાઈલ શું છે.જે બધુ જણાવ્યું અને મારૂ ઓડિશન થયું.

અહીં ક્લિક કરીને વાંચો,...Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

જે બાદ વંશ ગ્રુપ ડિશક્શન રાઉન્ડમાં પહોંચ્યો હતો.જેમાં વંશનું ગ્રુપ ડિશક્શનમાં સિલેક્શન થયું હતું.જે બાદ તે ગેમિંગ રાઉન્ડમાં પહોંચ્યો.ગેમિંગ એન્ટરટેઈન્ટમેન્ટ એક શો છે.જેમાં બધી ગેમની પ્રેક્ટીસ કરાવડાવી અને ગેમ્સ કમ્પ્લીટ કરાવડાવી હતી. જે બાદ આ બધા રાઉન્ડનું જે રિઝલ્ટ આવ્યું તેના આધાર પર સિલેક્શન કરવામાં આવ્યું હતું.

સિલેક્શન થયા બાદ પર્સનલ ઈન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું.આ ઈન્ટરવ્યુમાં વંશનું સિલેકશન થઈ ગયું અને તે ફાઈનલ શોમાં પહોંચી ગયો હતો. પણ થોડા સમયમાં તે શોમાંથી બહાર થઈ ગયો હતો.પણ પછી તેની એન્ટ્રી વાઈલ્ડ કાર્ડમાં થઈ હતી.જે બાદ તે આશિષસરની ટીમમાં ગયો.આમ વંશ પંડ્યાએ amazon મીની ટીવીના પ્લેગ્રાઉન્ડ સિઝન 2ના ફાઈનલમાં પહોંચીને રાજકોટનો ડંકો વગાળ્યો છે.

તમને જણાવી દયે કે એમઝોન મીની ટીવીનો ગેમિંગ માટે ખૂબ પ્રચલિત અને સફળ શો છે. પ્લેગ્રાઉન્ડની સીઝન 2માં ઇન્ડિયન યુટ્યુબના દિગ્ગજ યુટ્યુબર જેમ કે કેરી મીનાટી, હર્ષ બેનીવાલ, આશિષ ચંચલાની, ટ્રિગર ઇન્સાન અને સ્કાઉટ જજ તરીકે રહ્યા હતા.વંશ આશિષ ચંચલાણીની ટીમ રેબલનો કન્ટેસ્ટન્ટ હતો.

રાજકોટ માટે ગૌરવની વાત એ છે કે કોન્ટેન્ટ ક્રિએટર વંશ પંડ્યાએ ફાઇનલમાં પહોંચી રાજકોટનું નામ રોશન કર્યું હતું. અહિંયા સુધી પહોંચવામાં વંશને તેના માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે.તમને જણાવી દયે કે માત્ર 14 વર્ષની ઉંમરે વંશ પંડ્યે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.વંશ કોઈ પણ વીડિયોને જાતે જ ડિરેક્ટ અને એક્ટ કરતો હતો.ધોરણ 10 પછી તેને નક્કી કર્યું હતું કે તે આ લાઈનમાં જ આગળ વધશે.જેથી તેને અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, ડિપ્લોમા પ્રોગ્રામ માટે તૈયાર થયો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

વંશ પંડ્યા આજે રાજકોટ સહિતના યુવા વર્ગ માટે પ્રેરણાનું ઝરણું બન્યો છે. કોન્ટેન્ટ ક્રિએટર બનવા ઇચ્છતા લાખો યુવાઓ વંશ પંડ્યાની આ સફળતા જોઈને મહેનત કરવા માટે પ્રોત્સાહિત થયા છે.
First published:

Tags: Artist, Local 18, અભિનેતા, રાજકોટ