Home /News /rajkot /Rajkot: રાજકોટના યુવાને બનાવી અનોખી વેબસાઇટ, ઘરબેઠા જોઇ શકશો તમારા સપનાનું ઘર!

Rajkot: રાજકોટના યુવાને બનાવી અનોખી વેબસાઇટ, ઘરબેઠા જોઇ શકશો તમારા સપનાનું ઘર!

X
યુવાને

યુવાને બનાવી વેબસાઈટ, જ્યાં કોઈ પણ વર્ગના લોકો 1,2 અને 3 BHKના ફ્લેટનો ડેટા જોઈ

રાજકોટના યુવાને એક એવી વેબસાઈટ બનાવી છે કે જ્યાં કોઈ પણ વર્ગના લોકો પ્રોપર્ટી લેવા માંગતા હોય કે વેંચવા માંગતા હોય તેનો ડેટા ઓનલાઈન જોઈ શકશે.એ પણ સાવ મફતમાં.

    Mustufa Lakdawala,Rajkot : સોશિયલ મીડિયા જ્યારથી માર્કેટમાં આવ્યું છે ત્યારથી મોટાભાગના કામ ઓનલાઈન થવા માંડ્યા છે.ઘરનો સામાન ખરીદવાનો કે પછી કરવી હોય કપડાની શોપિંગ.આપણે બહાર જવાની જરૂર રહેતી નથી.કારણ કે માત્ર આંગળીના ટરવે આપણે કોઈ પણ વસ્તુ દુનિયાના ગમે તે ખુણેથી મંગાવી શકીએ છીએ.જ્યારે હવે રાજકોટના યુવાને એક એવી વેબસાઈટ બનાવી છે કે જ્યાં કોઈ પણ વર્ગના લોકો પ્રોપર્ટી લેવા માંગતા હોય કે વેંચવા માંગતા હોય તેનો ડેટા ઓનલાઈન જોઈ શકશે.એ પણ સાવ મફતમાં.

    રાજકોટના ડો.હિરેન મહેતાએ માય સેલ્ફ પ્રોપર્ટી ડોટ કોમ કરીને એક વેબસાઈટ બનાવી છે.જેમાં કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી લેવા માંગતુ હોય તે તેમાં ડેટા જોઈ શકે છે.આ વેબસાઈટ પર કોઈ પણ વર્ગના લોકો 1,2 અને 3 BHKના ફ્લેટનો ડેટા જોઈ શકશે.ત્યારે આવો જાણીએ ડો. હિરેન પાસેથી જ સમગ્ર માહિતી.



    ડો.હિરેન મહેતાએ જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયાની અંદર લોકો કંઈકને કંઈક ઈનોવેશન કરતા હોય છે.ત્યારે મે સ્ટાર્ટ અપ ઈન્ડિયાની અંદર માય સેલ્ફ પ્રોપર્ટી ડોટ કોમ કરીને એક વેબસાઈટ બનાવી છે.આ વેબસાઈટ બનાવવાનો ઉદેશએ છે કે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને 1,2 અને 3 BHKના ફ્લેટનો જે ડેટા છે તે તેઓ જઈ શકે.

    વધુમાં તેમને જણાવ્યું કે ગુજરાતની આ પહેલી વેબસાઈટ છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ ફ્લેટ લેવા કે વેચવા માટે ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી શકે છે.આના માટે કોઈ પણ ફી લેવામાં આવતી નથી.આ પોર્ટલ અત્યારે અમદાવાદ, બરોડા, રાજકોટ અને મોરબી જેવા જિલ્લામાં લોકો આ વેબસાઈટને સારી રીતે પસંદ કરી રહ્યાં છે.



    માય સેલ્ફ પ્રોપર્ટી ડોટ કોમ વેબસાઈટ પર કોઈ વ્યક્તિ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવીને ફ્લેટની લે વેચ કરી શકે છે.કંપનીનો ઉદેશ્ય માત્ર એટલો જ છે કે જે પ્રોપર્ટી વેચાયેલી નથી અથવા તો જે પ્રોપર્ટી વેંચાતી નથી.તે લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.



    આ વેબસાઈટ આખી મેપ પર આધારિત બનાવવામાં આવી છે.જેથી ક્યાં લોકેશન કઈ પ્રોપર્ટી વેચવાની છે તેની જાણકારી આપણને થઈ શકે.આ સાથે જ તેની પ્રાઈઝ પણ સારી રીતે જાણી શકે છે.છેલ્લા 6 મહિનાનો પાયલોટ સ્ટડી કરવામાં આવ્યો છે.પાયલોટ સ્ટડીમાં બ્રિટન, દુબઈ જેવા અલગ અલગ કન્ટ્રીના પ્રોપર્ટી ઈન્વેસ્ટર પાસેથી આપણે પાયલોટ સ્ટડી કરીને માર્કેટની અંદર આત્મનિર્ભર પોર્ટલ આપણે રિયલ એસ્ટેટનું કરી શકીએ છીએ.
    First published:

    Tags: Local 18, Property, રાજકોટ

    विज्ञापन