Home /News /rajkot /રાજકોટ: યુવાનને ઓનલાઇન સમલૈંગિક પાર્ટનર શોધવાનો પ્રયાસ ભારે પડ્યો, જુઓ કેવી હાલત થઈ!

રાજકોટ: યુવાનને ઓનલાઇન સમલૈંગિક પાર્ટનર શોધવાનો પ્રયાસ ભારે પડ્યો, જુઓ કેવી હાલત થઈ!

પ્રતિકાત્મક તસવીર (Shutterstock)

Rajkot Dating App: "મેં ત્રણ દિવસ પૂર્વે ઓનલાઇન બ્લુડ ગે ડેટિંગ એન્ડ વીડિયો જેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવતા લોકોનું ગ્રુપ છે. જેમાં હું જોડાયો હતો."

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી સમલૈંગિક સંબંધ (Same sex relation Rajkot) બાંધવા માટે સંપર્ક સાધતા યુવાન ટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો બનાવી વાયરલ (Viral Video) કરવાની ધમકી આપી રૂપિયા 20 હજાર માંગ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે (University police) ગણતરીની કલાકોમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઇન્ટરનેટના માધ્યમથી આજે લોકો એકબીજાની વધુ નજીક આવ્યા છે. પ્લે સ્ટોર પર ફ્રેન્ડશિપ કે સોશિયલ મીડિયાને લગતી અઢળક એપ્લિકેશન પણ છે. આ બધાની વચ્ચે રાજકોટમાં રહેતા એક યુવાનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી બ્લૂડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભારે પડી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 90 હજારનું સ્કૂટર, મનપસંદ નંબર માટે RTO ને ચુકવ્યા 1.62 લાખ

યુવાને પોલીસ ફરિયાદમાં શું કહ્યું?


યુવાને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, "હું કોલેજમાં અભ્યાસ કરું છું. મેં ત્રણ દિવસ પૂર્વે ઓનલાઇન બ્લુડ ગે ડેટિંગ એન્ડ વીડિયો જેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવતા લોકોનું ગ્રુપ છે. જેમાં હું જોડાયો હતો. ગત શનિવારના રોજ હું જ્યારે મારા ઘરે હતો ત્યારે એપ્લિકેશનમાં અજાણ્યા વ્યક્તિનો હાઈ કરીને મેસેજ આવ્યો હતો. મેં તે વ્યક્તિને જવાબ આપતાં તેણે મારી ઉંમર પૂછી હતી. મેં જણાવ્યું હતું કે હું 21 વર્ષનો છું. ત્યારબાદ તેણે મને રૂબરૂ મળવા માટે કે.કે.વી ચોક ખાતે બોલાવ્યો હતો. જ્યાં હું બાઈક લઈને બપોરે ત્રણ વાગ્યે ઊભો હતો."

"આ દરમિયાન એક અજાણી વ્યક્તિ પણ ત્યાં ઊભો હતો. ત્યારબાદ તેણે મને તેના રૂમ પર જવા કહ્યું હતું. અમે તેના રૂમમાં ગયા હતા. ત્યારબાદ ત્રણ જેટલા શખ્સો અચાનક ત્યાં ધસી આવ્યા હતા. ઘસી આવેલા શખ્સે છરી બતાવી કહ્યું હતું કે તારા પાકીટમાં જેટલા પણ રૂપિયા હોય તે આપી દે, નહીંતર તને જાનથી મારી નાખીશું. ડરના માર્યા મેં તેને મારી પાસે રહેલા રોકડ રૂપિયા અને મારો મોબાઈલ આપી દીધો હતો. તેમ જ મારા બાઈકની ચાવી પણ તે શખ્સોએ લઈ લીધી હતી. ત્યારબાદ તે શખ્સોએ કપડાં કઢાવી એવું બોલાવ્યું હતું કે, હું આવું નહીં કરું. મને માફ કરી દો. તેમજ મને જણાવ્યું હતું કે જો તું અમને પૈસા નહીં આપે તો અમે આ વીડિયો વાયરલ કરી દઈશું."

યુવાને ફરિયાદ દાખલ કરાવી


સમગ્ર મામલે યુવાને પોતાના કાકાને વાત કરી હતી. ત્યારબાદ તેના કાકા બનાવની જગ્યાએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં તાળું જોવા મળ્યું હતું. બાદમાં પીડિત અને તેને તેના કાકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી હતી. જે બાદમાં પોલીસ દ્વારા છટકું ગોઠવી તમામ આરોપીઓને ગણતરીની જ કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામેલે ભાર્ગવ રાજેશભાઈ ડાભી, અમન સલીમભાઈ કાદરી, સોહિલભાઈ કાદરી અને અફ્રીદભાઈ કાદરી વિરૂદ્ધ આઈપીસીની કલમ 386, 342, 469, 506 (2), 114 તેમજ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
" isDesktop="true" id="1222726" >

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અરજી, ગુનો, પોલીસ, રાજકોટ