રાજકોટ: પિતરાઈ ભાઈની નજર સમક્ષ આસિફ જુણેજાની હત્યા, આ કારણે ખેલાયો ખૂની ખેલ
રાજકોટ: પિતરાઈ ભાઈની નજર સમક્ષ આસિફ જુણેજાની હત્યા, આ કારણે ખેલાયો ખૂની ખેલ
તસવીર: આરોપી અશોક, મૃતક આસિફ જુણેજા.
Rajkot youth murder: છરીના બે ઘા ઝીંકતા આસિફને સારવાર અર્થે રિક્ષામાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે પણ ખસેડવામાં પણ આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજયું હતું.
રાજકોટ : રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ (Rajkot murder case) સામે આવ્યો છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Pradyuman Nagar police station) વિસ્તારમાં આવેલા કિટીપરામાં પિતરાઈ ભાઈની નજર સમક્ષ જ પિતરાઇ ભાઇની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. છરીના બે ઘા ઝીંકી આરોપી વિકી ઉર્ફે અશોક પરમારે (Ashok Parmar) આસિફ જુણેજા (Asif Juneja) નામના વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. છરીના બે ઘા ઝીંકતા આસિફને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે પણ ખસેડવામાં પણ આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજયું હતું. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાકીર નામનો વ્યક્તિ વહેલી સવારે પોતાના ઘરેથી ભેંસને દોહવા માટે જઇ રહ્યો હતો. આ સમયે રસ્તામાં માતાજીનો માંડવો શરૂ હતો, જેના કારણે થોડીવાર માટે તે માતાજીના માંડવા પાસે પોતાના મિત્ર સાથે એક્સેસ પર બેઠો હતો. આ સમયે નશાની હાલતમાં ત્યાં આરોપી વિકી ઉર્ફે અશોક પરમાર આવી પહોંચ્યો હતો.
ઝાકીર કંઈ સમજ પડે તે પૂર્વે જ વિકી તેના એક્સેસને નુકસાન પહોંચાડવા માંડ્યો હતો. સમગ્ર મામલે ઝાકીરે તેને ત્યાંથી જતું રહેવાનું પણ કહ્યું હતું. પરંતુ આરોપી ટસનો મસ ન થતા ઝાકીરે પોતાના પિતરાઈ ભાઈ આસિફ જુણેજાને ફોન કરીને બોલાવ્યો હતો. સમગ્ર મામલાની જાણ આસિફને થતાં તે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તેની અને આરોપી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ સમયે આસિફે આરોપીનો કાઠલો પકડતા આરોપીએ પોતાના નેફામાં રહેલી છરીના બે ઘા પડખાના ભાગે મારી દેતા આસિફનું મૃત્યુ નિપજ્યું હતું.
છરીના બે ઘા ઝીંકતા આસિફને સારવાર અર્થે રિક્ષામાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે પણ ખસેડવામાં પણ આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે પંચનામાની જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર