Home /News /rajkot /

રાજકોટ : 'બેવફા સનમ તારી બહુ મહેરબાની,' વાગ્દત્તા અન્ય યુવક સાથે ભાગી જતાં મંગેતરે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ : 'બેવફા સનમ તારી બહુ મહેરબાની,' વાગ્દત્તા અન્ય યુવક સાથે ભાગી જતાં મંગેતરે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટનો ચર્ચિત બનાવ.

Rajkot Love Matter: કામિની કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી તે બાબતથી અનિલ અને તેનો પરિવાર અજાણ હતો. કામિની તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની વાત મળતા અનિલ ભાંગી પડ્યો હતો.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મંગેતર અન્ય યુવક સાથે ભાગી જતા યુવાને પોતાના હાથે બ્લેડના છરકા માર્યા હોવાનું સામે આવ્યુ છે. યુવાનને ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital)માં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ નજીક સરધાર પાસેના ભંગડા ગામે રહેતા અનિલ નામના યુવાનની સગાઈ બે વર્ષ પહેલા કામિની (નામ બદલાવેલ છે) નામની યુવતી સાથે થઈ હતી.  આ કેસમાં પોલીસે યુવક અને તેના પરિવારની પૂછપરછ કરીને વધારે વિગત મેળવી છે. બીજી તરફ સંબંધમાં દગો મળવાના આ કિસ્સાની આખા શહેરમાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે આજે જ રાજકોટમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે.

અનિલ અને કામિનીનો પરિવાર એકબીજાના પરિચયમાં હતો. અનિલ અને કામિની બંને એક સાથે જ મોટા થયા હતા. અનિલ જ્યારથી સમજણો થયો ત્યારથી જ કામિનીને પોતાનું સર્વસ્વ માનતો હતો અને તેમીના પ્રેમમાં ગળાડૂબ હતો. બંને એકબીજાના નજીકના સગા હોવાથી બંનેના સંબંધને પરિવારજનોએ લગ્નગ્રંથીએ બંધાવવા માટેની મંજૂરી પણ આપી હતી. સગાઈના એક વર્ષ સુધી અનિલ લગ્નના સોનેરી સ્વપ્નાઓ જોતો હતો અને તે અરમાનો પૂરા થશે તેવો તેને વિશ્વાસ હતો.

આ પણ વાંચો: પત્નીના ત્રાસથી કંટાળીને પતિનો આપઘાત

આ સમય દરમિયાન કામિની કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી તે બાબતથી અનિલ અને તેનો પરિવાર અજાણ હતો. કામિની તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની વાત મળતા અનિલ ભાંગી પડ્યો હતો. જે બાદમાં અનિલ પોતાની હાલત પ્રેમમાં દગો મળેલા પ્રેમી જેવી થઇ ગઇ હોવાનું માનતો હતો. પરિવારજનો પણ અવારનવાર અનિલને કામિનીને ભૂલી જવાનું જણાવતા હતા, પરંતુ કહેવાય છે કે પ્રેમ સંબંધોમાં મળેલો દગો માણસ ક્યારેય ભૂલી શક્તો નથી.

આ પણ વાંચો: પત્નીના આપઘાત બાદ ગયો હતો જેલમાં, હવે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

કામિનીએ દગો કરતા આજે વહેલી સવારે ચાર વાગ્યે અનિલે પોતાના હાથ પર બ્લેડના છરકા મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. ઇજા પહોંચતા અનિલને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતા આજીડેમ પોલીસે પણ અનિલનું અને તેના પરિવારજનો નિવેદન નોંધ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Love, અફેર, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર