Home /News /rajkot /Rajkot: આ યુવકે એવું તે શું કર્યું કે ખુદ ઉપ-રાષ્ટ્રપતિએ લીધી નોંધ, જુઓ વીડિયો

Rajkot: આ યુવકે એવું તે શું કર્યું કે ખુદ ઉપ-રાષ્ટ્રપતિએ લીધી નોંધ, જુઓ વીડિયો

X
આ

આ યુવકે થેલેસેમિયાને હરાવીને એવું પરાક્રમ કર્યું કે જેની નોંધ ખુદ્દ ઉપ-રાષ્ટ્રપત

 આ યુવકે થેલેસેમિયાને હરાવીને એવું પરાક્રમ કર્યું કે જેની નોંધ ખુદ્દ ઉપ-રાષ્ટ્રપતિએ લીધી

  Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે જો મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી.બસ તમારૂ મન મક્કમહોવું જોઈએ.આવું જ કંઈક રાજકોટના એક યુવકે કરીને દેખાડ્યું છે. આ યુવકે થેલેસેમિયાને મ્હાત આપીને એવુ પરાક્રમ કર્યું છેજેની નોંધ ખુદ રાષ્ટ્રપતિએ લીધી છે.આ સાથે જ તેને સન્માન એવોર્ડ પણ મળ્યો છે.

  આપણે જે યુવકની વાત કરી રહ્યાં છીએ તે યુવકની ઉંમર 27 વર્ષની છે.જે હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ યુવકનું નામ રાહુલ મલસાતાર છે. જેને થેલેસેમિયાને મ્હાત આપીને એક સિદ્ધી પોતાના નામે કરી છે.  રાહુલ મલસાતારનું કહેવું છે કે માનવ જીવન ખુબ જ મુલ્યવાન છે.ત્યારે રાહુલે યુવાવર્ગને આગળ આવવાની અપીલ કરતા કહ્યું  કે યુવાનોએ નિયમિત બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી તેમના જેવા અનેક યુવાનો તેમના આપેલા લોહીથી નવજીવન મેળવી શકે.

  આદર્શ કર્મચારી રાહુલને થેલેસેમિયા મેજર હોવા છતાં તેને પોતાની શારીરિક ક્ષતિ ભૂલીને તનતોડ મહેનત કરીને આજે આ સિદ્ધિ મેળવી છે. જેની નોંધ દિલ્લી સુધી લેવામાં આવી છે. ખુદ્દ ઉપ-રાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના વરદ હસ્તે રાહુલને એવોર્ડ મળ્યો છે.  ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ વર્ષ - 2019નો રાષ્ટ્રપતિ પુરસ્કાર તે સમયના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના વરદ હસ્તે રાહુલભાઇએ મેળવ્યો હતો. ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યકક્ષાનો એવોર્ડ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે તેમને આપવામાં આવ્યો હતો. આ સાથે જ રાજકોટની અલગ અલગ સંસ્થા દ્વારા પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

  રાહુલના પિતાએ જણાવ્યું કે રાહુલ 2 વર્ષનો હતો ત્યારે થેલેસેમિયા મેજર હોવાની જાણ થઈ હતી. ત્યારે અમે ખુબ ચિંતામાં મુકાઈ ગયા હતા. કેટલીય દવાઓ અને 500થી વધુ બ્લડ યુનિટ ચડાવવામાં આવ્યાં હતા. રાહુલને ડાન્સનો ખુહ જ શોખ હતો.પણ રાહુલને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષકો ભાગ લેવા દેતા ન હતા. પરંતુ તેના મજબુત મનોબળ સામે શિક્ષકો પણ ઝુકીગયા. રાહુલ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પણ ભાગ લઈ ચૂક્યો છે.
  First published:

  Tags: Local 18, Thalassemia, રાજકોટ, રાષ્ટ્રપતિ