વેક્સિનેશન અને એન્ટિજન ટેસ્ટના બૂથની વ્યવસ્થા કરવામાં આવી
લોકમેળામાં લોકોની ભીડ છે. એવા સમયે રાજકોટ મહાનગરપાલિકા તરફથી જંક્શન પ્લોટ આરોગ્ય કેન્દ્ર તરફથી અહીં વેક્સિનેશન અને એન્ટિજન ટેસ્ટનો કેમ્પ ગોઠવ્યો છે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકોને અહીં પણ સેવાઓ મળી શકે તેના માટે આયોજન કરવામાં આવ્યું
Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં એક તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો (JanmashtamiMelaRajkot) ચાલી રહ્યો છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે. બીજી તરફ ઋતુજન્ય રોગચાળાએ (Seasonalepidemics) પણ માથુ ઉંચક્યું છે. સાથો સાથ કોરાનાના કેસમાં (Coronacases) પણ ધરખમ વધારો થયો છે. આથી રાજકોટ મહાનગરપાલિકા (RajkotMunicipalCorporation)ના આરોગ્ય વિભાગ (HealthDepartment) દ્વારા લોકમેળામાં વેક્સિનેશન અને એન્ટિજન ટેસ્ટના બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પહેલો, બીજો કે બુસ્ટર ડોઝ (Boosterdose) બાકી હોય તેવા લોકોને વેક્સિન પણ આપવામાં આવી રહી છે.
આરોગ્ય અધિકારી સંગીતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અહીં લોકમેળામાં લોકોની ભીડ છે. એવા સમયે રાજકોટ મહાનગરપાલિકા તરફથી જંક્શન પ્લોટ આરોગ્ય કેન્દ્ર તરફથી અહીં વેક્સિનેશન અને એન્ટિજન ટેસ્ટનો કેમ્પ (Antigen Test) ગોઠવ્યો છે. જેથી કરીને લોકોને તેનો લાભ મળી શકે છે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકોને અહીં પણ સેવાઓ મળી શકે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. અમારે પણ રજા છે પણ લોકોનું સ્વાસ્થ્યને અમે પ્રથમ ગણીએ છીએ. જેથી કરીને અમે લોકમેળામાં આ કેમ્પમાં સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ફરજ બજાવીએ છીએ. લોકોમાં એન્ટિજન ટેસ્ટ અને વેક્સિનેશનની સેવાઓ પુરી પાડીએ છીએ. જ્યારથી લોકમેળો શરૂ થયો છે ત્યારથી આ કેમ્પ શરુ છે. અત્યાર સુધીમાં 22 લોકોએ વેક્સિન લીધી છે.
રાજકોટમાં હાલ 244 લોકો કોરોનાગ્રસ્ત
રાજકોટ શહેરમાં હાલ 244 લોકો કોરોનાગ્રસ્ત અને સારવાર હેઠળ છે. શહેરમાં 65236 પર પહોંચી છે. હાલ કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટિજન ટેસ્ટ અને વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. હજુ મોટા ભાગના લોકોએ ત્રીજો પ્રિકોશન ડોઝ લીધો નથી. આથી ફરવા આવતા લોકોને મેળામાં પણ સુવિધા મળે તે માટે વેક્સિનેશન બુથની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પણ આ વખતે કેસની સંખ્યા વધવાની સાથે સાથે નવી પેટર્ન પણ જોવા મળી છે. જેમાં રોગ બાદ એકાદ સપ્તાહ સુધી નબળાઈ રહે છે. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રોમાં એક સપ્તાહમાં 336 કેસ શરદી, ઉધરસ અને 103 કેસ તાવના નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઊલટીના 98 કેસ આવ્યા છે, 3 સપ્તાહથી કેસમાં વધારો આવ્યો છે. આવા સાધારણ તાવ-શરદીના કેસ જનરલ પ્રેક્ટિશનરની ક્લિનિક પર ખૂબ આવતા હોય છે જ્યાં હાલ દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તબીબોના જણાવ્યા પ્રમાણે તાવ-શરદીના સહિતના કેસમાં 20 ટકાનો વધારો આવ્યો છે.