ચંદનની ખેતી કરીને તમે કરોડપતિ પણ બની શકો છો.તમે રોપા લીધા હોય તો તમારા સાત-બાર-આઠમાં ચડી જાય છે.સરકાર પાસેથી તમારે મંજુરી લઈ લેવાની. પછી તમે તેનું કટીંગ કરીને તમે માર્કેટમાં વેંચી શકો છો.
Mustufa Lakdawala,Rajkot : આપણે સૌ જાણીએ છીએ કે ચંદનની ખેતી કરીને ખેડૂત કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. તમે ચંદનની ખેતી કરવા માટે તમે આખા ખેતરમાં ચંદનના ઝાડ વાવી શકો છો.તમે ઈચ્છો તો શેઢે લગાવીને અંદર ખેતરમાં બીજું વાવેતર કરી શકો છો. તમને જણાવી દયે કે ચંદનના એક વૃક્ષમાંથી ખેડૂત 5થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. કોઈપણ ખેડૂત જો એક એકરમાં ચંદનની ખેતી કરવા ઈચ્છે છે તો એક એકરમાં લગભગ 700થી 800 છોડ લગાવી શકે છે.
ત્યારે આજે અમે આપને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના એક ખેડૂત સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યાં છીએ.જે તમારૂ માર્ગદર્શન સારી રીતે કરશે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના એક ખેડૂત ચંદનની ખેતી કરે છે. ત્યારે આ ખેડૂતે ચંદનની ખેતી અંગે વાત કરતા જણાવ્યું હતુંકે મારે સાડા 6 વર્ષના ઝાડ થઈ ગયાં છે. મે મારા ખેતરમાં 700 નંગ વાવેલા છે.વાવેતરમાં 8*8નો ગાળો રાખેલો છે.નર્સરીવાળાઅમુક 8 ફુટના અને અમુક 12 ફુટનું અંતર રાખવાનું કહે છે.
12 ફુટનો ગાળો રાખવાથી ખેડૂતોને એ ફાયદો થાય છે કે તેમને બીજી કોઈ પણ જાતની વસ્તુઓ વાવવી હોય તો વાવી શકાઈ છેઅને ખેતીનું ખેડાણ પણ કરી શકે છે.મારે સફેદ ચંદનની ખેતી છે.સફેદ ચંદનની અંદર 8-10 વર્ષની અંદર સુગંધ બેસે છે. નર્સરીવાળા 10-12 વર્ષ પછી કાપવાનું કહે છે. કારણ કે તેમાં 8-10 વર્ષ પછી સુગંધ બેસે છે.
વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે મને નથી લાગતુ કે 10-12 વર્ષે આનું કટિંગ થઈ શકે.લાંબો ગાળો હોય છે. જો 10-12 વર્ષે સુગંધબેસે અને 12-15 વર્ષે કાપવામાં આવે તો પણ આમાં ઘણો ફાયદો થાય છે. લગભગ એક ઝાડે તમને એકાદ લાખ રૂપિયાનોફાયદો થાય છે.
તમે ધારો એવું ઉત્પાદન મેળવી શકો છો. આમાં મહેનત બીજી કંઈ નથી. આમાં વચ્ચે કોઈ ઘાસ નીકળતું હોય તો પણ તેમાં કંઈકરવાની જરૂર રહેતી નથી.હારે તમારે બીજો છોડ વાવવો જરૂરી છે.જેમ કે લીમડો છે.પણ વાવવો જરૂરી છે.
ચંદનની ખેતી કરીને તમે કરોડપતિ પણ બની શકો છો.તમે રોપા લીધા હોય તો તમારા સાત-બાર-આઠમાં ચડી જાય છે.સરકારપાસેથી તમારે મંજુરી લઈ લેવાની.પછી તમે તેનું કટીંગ કરીને તમે માર્કેટમાં વેંચી શકો છો. આ ખેતી એ લોકો માટે જ સારી છે કે જેલોકોને ખેતી નથી કરવી.