Home /News /rajkot /Garlic Farming: લસણની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા, મબલખ ઉત્પાદન થવાની ભાવ ચોકલેટ કરતાંય ઓછો!
Garlic Farming: લસણની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા, મબલખ ઉત્પાદન થવાની ભાવ ચોકલેટ કરતાંય ઓછો!
ફાઇલ તસવીર
Gujarat Farmer: લસણની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તનતોડ મહેનત કરીને ઉત્પાદન કરેલા લસણના પાકની કિંમત બાળકોની ચોકલેટ કરતાંય ઓછી મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
રાજકોટઃ લસણની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તનતોડ મહેનત કરીને ઉત્પાદન કરેલા લસણના પાકની કિંમત બાળકોની ચોકલેટ કરતાંય ઓછી મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. હાલ, ખેડૂતો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક કિલો લસણના ભાવ 5થી 7 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે મણનો ભાવ 120થી લઈને 300 રૂપિયા છે. આટલો ઓછો ભાવ હોવાથી ખેડૂતોમાં નિરાશા છવાઈ ગઈ છે.
આ મામલે એક ખેડૂતે કહ્યુ હતુ કે, તેમને લસણના વાવેતર સમયે બિયારણ-દવા તેમજ મજૂરી સહિતનો ભારે ખર્ચ કરવો પડતો હોય છે. એક મણ લસણના ઉત્પાદન પાછળ 400થી 500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેની સામે અત્યારે માંડ 300 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. તેને કારણે કમાવવાને બદલે પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.
તો બીજી તરફ, દૂર દૂરથી ખેડૂતો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે લસણ વેચવા માટે આવતા હોય છે. જેથી તેમને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધુ લાગતો હોય છે. જ્યારે આટલો ઓછો ભાવ કોઈ પણ સંજોગોમાં ન પોસાઈ શકે. અત્યારે લસણના ભાવ ઘટવા પાછળનું કારણ એવું પણ સામે આવ્યું છે કે, લસણનું મબલખ ઉત્પાદન થયું છે જેથી પૂરતા ભાવ નથી મળી રહ્યા.
ખેડૂતોની ચિંતા વધી
અત્યારે બદલાતા સમય સાથે ખેતી પણ મોંઘી થઈ રહી છે. ખેડૂતોને લસણનું વાવેતર કરતા સમયે ખર્ચ કરવો પડતો હોય છે. હાલ મોંઘા ભાવના બિયારણની ખરીદી કર્યા બાદ તેમને વાવેતર સમયે પણ મજૂરીનો ખર્ચ અને જંતુનાશક દવાઓ સહિતના અનેક ખર્ચાઓ ખેડૂતોને કરવા પડતા હોય છે. આ ઉપરાંત પોતાના ખેતરથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ આવવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધારે ચૂકવવો પડતો હોય છે. ત્યારે પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા પણ વધી જતી હોય છે.