Home /News /rajkot /ગાંધીનગરઃનોટબંધીનો વિરોધ કરતા મહિલા ધારાસભ્યની અટકાયત

ગાંધીનગરઃનોટબંધીનો વિરોધ કરતા મહિલા ધારાસભ્યની અટકાયત

અમદાવાદઃરાજ્યમાં આજે કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી આવેદન અાપવામાં આવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ પોલીસ સાથે કોગ્રેસી કાર્યકરો ઘર્ષણ પર ઉતર્યા છે. સામાન્ય નાગરિકોને પડતી હાલાકીને લઇ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન શરૂ કરાયું છે.ગાંધીનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરતા ધારાસભ્ય સહિતની અટકાયત કરાઇ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    અમદાવાદઃરાજ્યમાં આજે કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી આવેદન અાપવામાં આવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ પોલીસ સાથે કોગ્રેસી કાર્યકરો ઘર્ષણ પર ઉતર્યા છે. સામાન્ય  નાગરિકોને પડતી હાલાકીને લઇ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન શરૂ કરાયું છે.ગાંધીનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરતા ધારાસભ્ય સહિતની અટકાયત કરાઇ હતી.

    પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને લઇને કોંગ્રેસ દ્રારા દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સમગ્ર રાજ્યમાં પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીના ઘેરાવનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં દહેગામના કોંગ્રેસી ધારાસભ્ય કામિનીબેન સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અને મોદી સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.
    રાજ્યભરમાં આજે કોંગ્રેસ દ્વારા ધરણા અને રેલીનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે અંતર્ગત આજે રાજકોટમાં પણ આ પ્રકારનો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ અને જિલ્લાના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના બહુમાળી ચોકથી રેલી નિકળી હતી જે કલેકટર ઓફિસે પુર્ણ થઈ હતી. તેમજ કોંગી નેતાઓ અને કાર્યકરોએ કલેકટરને આવેદન પણ પાઠવ્યુ હતુ

    નોટબધી ના ૫૦ દિવસ બાદ પણ લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે .ત્યારે કોગ્રેસ દ્વારા આજે બોટાદ જિલા કોગ્રેસ દ્વારા જ્યોતીગાર્મ સર્કલ પાસે થી બાઈક રેલી કાઢવામાં આવી હતી .રેલી માં કોગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યા હતા .કલેકટર દ્વારા કોગ્રેસ ના તમામ કાર્યકરો ને ઓફીસ માં આવા ન દેતા કોગ્રેસ કાર્યકરો દ્વારા કલેકટર કચેરી બહાર હોબાળો મચાવ્યો હતો

    નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

    અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
    અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો
    ધરણા બાદ કોંગી કાર્યકરો કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે
    કલેક્ટર ઓફીસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    First published:

    Tags: અટકાયત, ગાંધીનગર`, નોટબંધી, વિરોધ પ્રદર્શન