Home /News /rajkot /Rajkot news: Mud makeupથી આ મહિલા આર્ટિસ્ટો રેકોર્ડ સ્થાપશે

Rajkot news: Mud makeupથી આ મહિલા આર્ટિસ્ટો રેકોર્ડ સ્થાપશે

X
કાયાપલટ

કાયાપલટ કોર્પોરેટ હાઉસમાં RYT અમેરિકી માન્યતા ધરાવતો 200 કલાકનો કોર્ષ આ યોગ શાળામાં શીખવવામાં આવશે. 200 કલાકની કુલ ટ્રેનિંગ લીધા બાદ વિશ્વમાં કોઈપણ સ્થળે યોગ શાળા ખોલી શકે છે.

કાયાપલટ કોર્પોરેટ હાઉસમાં RYT અમેરિકી માન્યતા ધરાવતો 200 કલાકનો કોર્ષ આ યોગ શાળામાં શીખવવામાં આવશે. 200 કલાકની કુલ ટ્રેનિંગ લીધા બાદ વિશ્વમાં કોઈપણ સ્થળે યોગ શાળા ખોલી શકે છે.

Mustufa Lakdawala, Rajkot: લોકો યુવાન અને સુંદર દેખાવા માટે જાત જાતના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેમ છતાં રિઝલ્ટ મળતુ નથી અને ઉલ્ટાનો ચહેરો ખરાબ થાય તેવુ પણ બને છે. ત્યારે ગુજરાતમાં કાયપલટ નામની બ્યુટીકેર કંપનીએ ખેતરની માટીમાંથી બનાવેલી 101 બ્યુટી પ્રોડક્ટો લોન્ચ કરી છે. આ તમામ પ્રોડક્ટો કેમિકલ વગરની છે. જેથી તેને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

ખેતરાઉ માટી નિર્મિત 100થી વધુ પ્રોડક્ટ માટે રાજકોટના અંજુબેન પાડલીયાને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેમિકલ મુક્ત 100થી વધુ બ્યુટી પ્રોડક્ટ બનાવતી વિશ્વની એક માત્ર રાજકોટની આ મહિલા છે. અમદાવાદથી વર્લ્ડ રેકોર્ડ ટિમ રૂબરૂ ઉપસ્થિત રહી અંજુબેન પાડલીયાને આ એવોર્ડ એનાયત કર્યો છે.સૌરાષ્ટ્રની 100 કરોડથી વધુની ટોપ 25 બ્રાન્ડમાં 'કાયાપલટ' મહિલા સંચાલિત એક માત્ર કંપની છે. જેને સૌરાષ્ટ્ર-ગુજરાતની 15000 કરતા વધુ મહિલાઓને ટિમવર્કથી આત્મનિર્ભર બનાવી છે. ગુજરાત સ્થાપના દિવસ 1 મેના રોજ 30 મહિલા મેકઅપ આર્ટિસ્ટ સતત 210 કલાક "મડ મેકઅપ" કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. તમામ પ્રોડક્ટ બિલકુલ કેમિકલ રહિત અને એકદમ નેચરલ ઇન્ટ્રીગ્રેન્ટમાંથી જ બનાવવામાં આવી છે.

કાયાપલટ કોર્પોરેટ હાઉસમાં RYT અમેરિકી માન્યતા ધરાવતો 200 કલાકનો કોર્ષ આ યોગ શાળામાં શીખવવામાં આવશે. 200 કલાકની કુલ ટ્રેનિંગ લીધા બાદ વિશ્વમાં કોઈપણ સ્થળે યોગ શાળા ખોલી શકે છે. આ યોગ ટીચર વર્ક પરમીટ પર પણ કામ કરી શકે છે.

આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નેચરોપેથીનો રિટેઇલ મોલ રહેશે.જ્યાં માટીમાંથી નિર્મિત 100થી વધુ પ્રોડક્ટનું રિટેઇલ તેમજ હોલસેલ વેચાણ કરવામાં આવશે. ફર્સ્ટ ફ્લોર પર આવેલી ઓફીસમાંથી મહિલાઓ માટેની આ પ્રોડક્ટ અંગે તેમજ નેચરલ ટ્રીટમેન્ટના માર્ગદર્શન માટે દરરોજ લાઈવ થશે. આ લાઈવમાં ફ્રેંચાઇઝી મોડેલ તેમજ ફ્રેન્ચાઈઝી માટે લોકોને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સેકન્ડ ફ્લોર પર નિર્મિત સેમિનાર હૉલમાં દર સપ્તાહે સેમિનાર યોજવામાં આવશે.

જેમાં મુખ્યત્વે કુલ ત્રણ વિષયો પર વિચાર ગોષ્ઠી કરવામાં આવશે. જેમાં ઘેર બેઠા ઇન્કમ કઈ રીતે મેળવી શકાય એ વિષય પરતથા બીજા વિષય ડાયાબિટીસ, બીપી, ગાયનેક પ્રોબ્લેમ પર નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે ત્રીજો વિષય બ્યુટી અંગેનો રહેશે જેમાં સ્કિન-હેરની સંદર્ભે બહારની સુંદરતા સાથે આંતરિક સુંદરતા કઈ રીતે નિખારી શકાય એ અંગે વિસ્તૃત જાણકારી નિયમિત આપવામાં આવશે.

સમગ્ર મામલે વર્લ્ડ રેકોર્ડના પ્રેસિડન્ટ પાવન સોલંકીએ જણાવ્યું હતું કે અંજુબેન પાડલીયાએ અમારી સમક્ષ રજુઆત કરી હતી અમે એક સાથે 100 પ્રોડક્ટ માટીમાંથી બનાવેલી લોન્ચ કરવાના છીએ.જે આખા વર્લ્ડમાં કોઈ કરી નથી.જેથી અમારી ટીમ 15 દિવસ પહેલા કાયાપલટની મુલાકાતે આવ્યું હતું. અંજુબેને જણાવ્યું કે, અમારી ટીમે કેટલીક પ્રોડક્ટનું લેબ ટેસ્ટ કર્યું હતું અને અમે પોતે આ પ્રોડક્ટ યુઝ કરવા લઈ ગયા હતા.અને અમેઆ પ્રોડક્ટ યુઝ પણ કરી હતી.આ પ્રોડક્ટમાં કોઇપણ જાતનાં કેમિકલ નથી. કાયાપલટને વર્લ્ડ રેકોર્ડ માટેનું સર્ટિફિકેટ આપ્યું છે. આ સાથે જ આ ટીમ એક મહિના માટે સતત બ્યુટીને લગતા વર્કશોપ ચલાવશે. જેનો પણ રેકોર્ડ બનશે અને તેના માટે પણ તેને સર્ટીફિકેટ આપવામાં આવશે”.કઈ-કઈ પ્રોડક્ટ જોવા મળશે

આઈ શેડો, એકવા ક્લીનઝર, મેકઅપ બાદ તડકે જતાં મેકઅપ રેલાઈ ન જાય એ માટે (ફિક્સર) મેકઅપ ફિકસેટિવ, ઉનાળામાટે ખાસ માટી અને વિટામિન E ના સંયોજનથી બીડ્સ બનાવી, માટીનું શાવર જેલ, માટીમાંથી નિર્મિત કેમિકલ વગરનો ટેલકમ પાવડર, માટીનું ડિઓડ્રનટ અને ગ્રીન ટી વગેરે મળશે.
First published:

Tags: Local 18, Rajkot News