Home /News /rajkot /ખોડલધામ વિવાદ: મહિલા સમિતિનાં પ્રમુખ, કન્વીનરોના રાજીનામા

ખોડલધામ વિવાદ: મહિલા સમિતિનાં પ્રમુખ, કન્વીનરોના રાજીનામા

ખોડલધામની તસવીર

અપજશ મળતો હોવાથી ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે

હરીન માત્રાવાડિયા, રાજકોટ: ખોડલધામ સંસ્થાને પરેશ ગજેરા બાદ વધુ એક ફટકો લાગ્યો છે. ખોડલધામ ટ્રસ્ટમા આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામાં આપ્યાં છે. નોંધનીય છે કે ખોડલધામના કાર્યક્રમોની મોટાભાગની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિ પાસે હોય છે. આમ છતાં અપજશ મળતો હોવાથી ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા , કન્વીનર અનિતાબેન દુધાત્રા , જાગૃતિબેન ઘાડિયા , જ્યોત્સનાબેન ટીલાળાએ રાજીનામા આપ્યાં છે.

આ પણ વાંચો: ઓફર આવે તો હું ભાજપમાં જોડાવ, નરેન્દ્રભાઇનું નેતૃત્વ સારૂં છે: પરેશ ગજેરા

આ મહિલાઓનાં રાજીનામા પછી રાતોરાત અન્ય કન્વીનરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે માનીતા છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. કોઇ મોટો વિવાદ ન થાય તે માટે હાલ રાજકોટમાં વોર્ડ વાઇઝ અને ઝોનના કન્વીનરોની નવી ટીમ બનાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકારણમાં જઇશું તો જ કોઇ આપણા સમાજનો કોઈ ભાવ પૂછશે: નરેશ પટેલ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિવાદનાં કારણે પરેશ ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામું આપ્યું હતું
First published:

Tags: Dhoraji, KhodalDham, Paresh Gajera, Patidar power, નરેશ પટેલ, પાટીદાર

विज्ञापन