Home /News /rajkot /

રાજકોટનો ચોંકાવનારો કિસ્સો: લગ્નના 16 દિવસ બાદ પરિણીતાએ આપ્યો દીકરીને જન્મ!

રાજકોટનો ચોંકાવનારો કિસ્સો: લગ્નના 16 દિવસ બાદ પરિણીતાએ આપ્યો દીકરીને જન્મ!

રાજકોટમાં સામે આવ્યો કિસ્સો

Rajkot latest new: તબીબોએ બાળકીની માતાની પૂછતાછ કરતા મહિલાના પેટમાં રહેલું બાળક લગ્ન પહેલાનું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ પોતાની સામે દુષ્કર્મ થયાનું જણાવતા તબીબોએ પોલીસને જાણ કરી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીતાએ લગ્નના 16 દિવસ બાદ જ પુત્રીને જન્મ આપ્યો છે. સમગ્ર ઘટનામાં માતા અને દીકરીની તબિયત લથડતા બંનેને તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની હૉસ્પિટલ (Rajkot civil hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પરિવારજનોએ પરિણીતા પર લગ્ન (Marriage) પહેલા દુષ્કર્મ થયું હોવાની વાત જણાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરની હૉસ્પિટલમાં ગત 26મી મેના રોજ એક પરિણીતાએ દીકરીને જન્મ (Birth) આપ્યાની ઘટના સામે આવી હતી. દીકરીને જન્મ આપ્યા બાદ બાળકીની તબિયત બગડતાં બંનેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

દૈનિક વિભાગના તબીબોએ બાળકીની માતાની પૂછતાછ કરતા મહિલાના પેટમાં રહેલું બાળક લગ્ન પહેલાનું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ પોતાની સામે દુષ્કર્મ થયાનું જણાવતા તબીબો દ્વારા હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી છે. હોસ્પિટલ પોલીસચોકીમાં જાણ કરવામાં આવતાની સાથે ફરજ પર હાજર રહેલા સ્ટાફ દ્વારા પોરબંદર ઉદ્યોગનગર પોલીસને જાણ કરવામાં આવી છે.

યુવતીના ભાઈએ શું કહ્યું?


સમગ્ર મામલે યુવતીના ભાઈએ જણાવ્યું છે કે, 16 દિવસ પહેલા જ અમે અમારી બહેનના લગ્ન કર્યા હતા. સાસરે ગયા બાદ મારી બેનને પેટમાં દુખાવો ઉપડતાં સાસરિયા પક્ષના લોકો તેણીને લઇ દવાખાને પહોંચ્યા હતા. સમગ્ર મામલે મારી બહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ૨૬મી મેના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. પરિવારજનોએ સમગ્ર મામલે બેનની પૂછતાછ કરતાં તેણીએ લાખા નામના શખ્સે ધાક-ધમકી આપી દુષ્કર્મ  આચાર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: બોરવેલમાં પડી ગયેલા અઢી વર્ષના શિવમ માટે દેવદૂત બન્યા આર્મી જવાનો

સમગ્ર મામલે પોરબંદર પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં આગામી દિવસોમાં પરિણીતાએ જે દીકરીને જન્મ આપ્યો છે તેને તેના પ્રવર્તમાન પિતા તેની માતા સહિત સંભાળે છે કે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


દર્દીના સગાએ રેસિડેન્ટ ડૉક્ટરને ફડાકા મારતા ચકચાર

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ (G G Hospital, Jamnagar)માં દર્દીના સગાએ રેસિડેન્ટ ડૉક્ટર (Resident doctor) સાથે ઝઘડો કરી તેને ફડાકા ઝીંકી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. દર્દીના સગા દ્વારા ડૉક્ટર ઉપર હુમલો કરવાની ઘટનાને લઇને ડૉક્ટરોમાં પણ ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ પણ થઇ છે. બીજી તરફ ડૉક્ટરો પોતાની સુરક્ષાને લઇને આ અંગે આજે રજુઆત પણ કરશે. આ બનાવ પછી તુરંત જ અન્ય તબીબો પણ એકત્ર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત તબીબને સારવાર આપવાની જરૂર પડી હતી. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

પ્રસાદી ખરીદવાનું કહીને ચૂનો લગાડનાર વૃદ્ધ અને મહિલાની ધરપકડ

સુરત શહેરના ભટાર (Bhatar Area) ખાતે આવેલી એક દુકાનમાં મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદી ખરીદવાની વાત કરી દુકાનદાર સાથે 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થતા દુકાનદારે ખટોદરા પોલીસ (Khatodara police)માં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ બનાવ દુકાનદારના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણેથી એક વૃદ્ધ, એક મહિલા અને ગાડીના ડ્રાઇવર (Car Driver)ની ધરપકડ કરી છે. પકડાયેલા વૃદ્ધ અને મહિલા ગાડી ભાડે રાખી આ પ્રકારની છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ એક ગેંગ હોવાનું પણ સામે આવ્યું છે . (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Birth, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર