Mustufa Lakdawala, Rajkot: એકમાં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતનેરાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષની બાળકીને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વનીજવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસ રાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટના આમહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાથીને ફરજ નિભાવી રહ્યાં છે. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે.
પોલીસકર્મી અરૂણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કુલમાં મુકવામાં આવી છે.જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવુ છું. ત્યારે અરૂણાબેનેજણાવ્યું કે ઘરમાં હું અને મારો પતિ અને અમારૂ અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.
ત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવુ છે નહીં એટલા માટે હું મારી દીકરીને મારી સાથેરાખુ છે અને સાથે સાથે ફરજ પણ નિભાવુ છું. અમારૂ જ્યાં ક્વાટર છે ત્યાં ઘોડિયા ઘર છે. ત્યાં અમે સવારે રાખીએ છીએ પણચૂંટણીના કારણે અમને 2 દિવસ અહિંયા જ નાઈટ હોલ્ડ હોય છે. જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.
જેથી હું મારા બાળકને સાથે જ રાખુ છું.કારણ કે ત્યાં આખો દિવસ સાચવે તેવુ હોતુ નથી. એટલે હું મારા બાળકને સાથે રાખુછું.કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવુ છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલતરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવુ છું. સાથે જ એક માતા તરીકેને પણ ફરજ નિભાવુ છું.
મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવુ પણ બને કે તે વધારે મારે કામ હોય તો તેને અમારા બાળકને સાચવવુ પડે.પણઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ.હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લવ છું.