Home /News /rajkot /

Rajkot: લવમેરેજના 4 વર્ષમાં જ પ્રેમ ‘ખાટો’ થયો, પતિએ શંકા કરી પત્નીને ફિનાઈલ પીવડાવી પોતે પણ પીધું

Rajkot: લવમેરેજના 4 વર્ષમાં જ પ્રેમ ‘ખાટો’ થયો, પતિએ શંકા કરી પત્નીને ફિનાઈલ પીવડાવી પોતે પણ પીધું

Rajkot: લવમેરેજના 4 વર્ષમાં જ પ્રેમ ‘ખાટો’ થયો, પતિએ શંકા કરી પત્નીને ફિનાઈલ પીવડાવી પોતે પણ પીધું

રાજકોટ (Rajkot)માં ‘તારી હાલત ગ્રીષ્મા જેવી કરી નાખીશ’ની ધમકી આપી ટ્રાફિક વોર્ડને (Traffic Brigade Guard) પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ આવેશમાં આવી ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બાદમાં પત્નીને પણ પરાણે પીવડાવી દીધું હતું.

વધુ જુઓ ...
    મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ : રાજકોટ (Rajkot)માં ‘તારી હાલત ગ્રીષ્મા જેવી કરી નાખીશ’ની ધમકી આપી ટ્રાફિક વોર્ડને (Traffic Brigade Guard) પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ આવેશમાં આવી ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બાદમાં પત્નીને પણ પરાણે પીવડાવી દીધું હતું. બાદમાં બંને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા હોસ્પિટલ ચોકીએ આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે બંનેના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    ચાર વર્ષ પહેલા બંનેના લવમેરેજ થયા હતા

    ચાર વર્ષ પહેલા આ બંનેના લવમેરેજ થયા હતા. પત્‍નીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પતિએ મને બે વર્ષ સુધી સારી રીતે સાચવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી મારા પર શંકા કરી માર મારે છે. ગઇકાલે પાઇપથી ફટકાર્યા બાદ આજે સવારે ઈંટ ફટકારી હતી અને બાદમાં ફિનાઇલ પી મને પણ પીવડાવી દીધું હતું. જોકે પોતે ફિનાઈલનો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો નહોતો અને બહાર કાઢી નાખ્યું હતું. પરંતુ મને ગળે ફિનાઈલનો ઘૂંટડો ઉતરી જતા તાત્કાલિક પાડોશીએ મારા પિતાને જાણ કરતા અમે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમજ પતિએ તારા માતા-પિતાને ઘરે જઈશ તો ગ્રીષ્મા જેવી હાલત કરી નાખીશની ધમકી આપી પણ આપી હતી.

    મારો પતિ મારા પર શંકા કરે છે

    પરિણીતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, અમારે સંતાન નથી. પતિ ચાર વર્ષથી ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરે છે. તે સતત મારા પર શંકા કર્યા રાખે છે અને ટ્રાફિક વોર્ડન તરીકેનો રોફ જમાવી ધમકી આપ્યા રાખે છે. નોકરી પર જાય ત્‍યાં પણ હાજરી પુરાવીને ઘરે આવી જાય છે. બંદોબસ્‍ત હોય ત્‍યારે ત્રણ ચાર કલાક નોકરી કરે છે. મારે માવતરે જવું હોય તો પણ ના પાડી ઝઘડો કરે છે. ગઇકાલે મેં માવતરે જવાની વાત કરતાં પાઇપથી ફટકારી હતી. મારા માવતર રણુજા મંદિર પાસે રહે છે. આજે પણ સવારે પતિએ મને ઈંટ ફટકારી હતી અને ઝઘડો કરી પોતે થોડું ફિનાઇલ પી ગયો હતો અને બાદમાં મને પણ પીવડાવી ભાગી ગયો હતો. એ પછી મારા માવતરને જાણ થતાં હોસ્પિટલ દાખલ થઇ હતી. પાછળથી પતિ પણ સારવાર માટે દાખલ થયો હતો.

    આ પણ વાંચો:  જેતપુરમાં પ્રેમીયુગલને મળી તાલિબાની સજા, મહિલાના કાન, નાક કાપી વાળનું પણ મુંડન કરી નાંખ્યું

    પોલીસે બંનેના નિવેદનો નોંધ્યા

    રાજકોટના ગજેરા પાર્કમાં રહેતી પરિણીતા સવારે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. પોતાને પતિએ ફિનાઇલ પીવડાવી દીધાનો આક્ષેપ કરતાં તબીબે પોલીસ ચોકીમાં જાણ કરતાં આજીડેમ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ પતિ પણ સારવાર માટે દાખલ થયો હતો અને તેણે પોતે ફિનાઇલ પી લીધાનું કહેતાં તેને તબીબે દાખલ કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે બંનેના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, ક્રાઈમ crime, પતિ-પત્ની, રાજકોટ

    આગામી સમાચાર