Home /News /rajkot /World Lion Day: આ દિવસની ઉજવણીની શરૂઆત કોણે અને ક્યારથી કરી? ભુષણ પંડ્યા જણાવે છે સિંહ દિવસની ગાથા

World Lion Day: આ દિવસની ઉજવણીની શરૂઆત કોણે અને ક્યારથી કરી? ભુષણ પંડ્યા જણાવે છે સિંહ દિવસની ગાથા

X
10

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ

રાજકોટમાં રહેતા અને છેલ્લા 35 વર્ષથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife photography) કરતા ભુષણ પંડ્યા (Bhushan Pandya) આ સિંહ દિવસ વિશેની ગાથા અને તેમના અનુભવો જણાવે છે

Mustufa Lakdawala, Rajkot: 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ (World Lion Day). ત્યાંરે રાજકોટમાં રહેતા અને છેલ્લા 35 વર્ષથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife photography) કરતા ભુષણ પંડ્યા (Bhushan Pandya) આ સિંહ દિવસ વિશેની ગાથા અને તેમના અનુભવો જણાવે છે. સિંહ સરંક્ષણ (Lion conservation) કરતા લોકો અને ગીર જગંલનાં જાણકારોમાં ભુષણ પંડ્યાનું નામ અજાણ્યું નથી. તેમણે તેમની સમગ્ર જિંદગી ગીર (Gir Forest) અને ગીરનાં સિંહોનાં સરંક્ષણ માટે સર્મપિત કરી છે. ગુજરાતની વાઇલ્ડલાઇફ એડવાઝરી બોર્ડનાં તેઓ સભ્ય પણ છે અને પ્રકૃતિની રક્ષા માટે તેઓ હરહંમેશ ચિંતિત રહે છે. News 18 સાથેની વિશેષ મુલાકાતમાં તેઓ તેમના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી વિશેનાં અનુભવો પણ જણાવે છે.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનું શું મહત્વ?

“હું 30-35 વર્ષથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife photography) કરું છે. વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનું મહત્વ એટલું છે કે તેમાં પહેલા તો પેશન હોવી જોઈએ અને ધીરજ રાખવી પડે છે. આપણે જંગલમાં નક્કી કરીને ગયા હોઈએ કે આજે આ એંગલનો ફોટો લેવો છે તો એ આખો દિવસ જતો રહે તો પણ મળતો નથી. પરંતુ કોઈ અપેક્ષા વગર જંગલમાં જઈએ તો આપણી નજર સામે એ જ વસ્તુ આવી જાય અને ફોટો મળી જતો હોઈ છે. કારણ કે ક્યારેક ભગવાન પણ સાથ આપે છે. મે ભારત, નેપાળ અને આફ્રિકા સહીત 25-30 દેશના જંગલમાં ફોટોગ્રાફી કરી છે. ગીર તો મારું બીજું ઘર કહેવાય. મે નાનપણમાં એટલે કે 1986-87થી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી. વર્લ્ડ લાયન ડે એટલે અમેરિકામાં ડેરીક અને રૂબલ નામનું કપલ છે. તેને બીગ કેટ (Big cat)ઉપર બહુ જ પ્રેમ. ગ્રેટ કેટ એટલે લાયન, લેપર્ડ, જેગુઆર, ટાઇગર” ભુષણ પંડ્યાએ જણાવ્યું હતું.

ક્યારથી વર્લ્ડ લાઈન ડે ઉજવવાની શરૂઆત થઈ

“આપણને નવાઈ લાગે કે અમેરિકામાં તો લાયન નથી. પરંતુ આ પ્રાણીઓની સંખ્યા ઘટતા આ દંપતીએ નક્કી કર્યું કે, 2013થી વર્લ્ડ લાયન ડે દર વર્ષે 10 ઓગસ્ટથી ઉજવવો. તેનો હેતુ એ છે કે લોકોમાં સિંહના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાય. આપણે ગીરમાં સિંહની સંખ્યા વધી રહી છે પણ આફ્રિકામાં સ્થિતિ ચિંતાજનક છે. એટલે ત્યાં આ સંસ્થા કામ કરે છે. આપણે પણ ગીરમાં વર્લ્ડ લાઈન ડેની ઉજવણી કરીએ છીએ. સૌરાષ્ટ્રના 7 જિલ્લાની સ્કૂલમાં લખો વિદ્યાર્થીઓ વર્લ્ડ લાઈન ડેની ઉજવણીમાં જોડાવાના છે.” લાયન ડેની શરૂઆત વિશે તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો:   રાજકોટ મધ્યસ્થ જેલ બની મહાદેવમય, કેદીઓએ શરૂ કર્યા શ્રાવણના ઉપવાસ

1996માં દરિયા કિનારે સિંહો જોવા મળ્યા

તેમણે તેના ફોટોગ્રાફીનાં અનુભવ વિશે જણાવ્યું કે, “ફોટા તો મેં ઘણા પાડ્યા છે. જેમાં અમુક યાદગાર તસવીરો પણ મળી છે. પરંતુ પહેલી યાદગાર તસ્વીર 1993માં મે લીધી હતી. જેમાં એક મગરનું નાના બચ્ચાએ જુવેનાઈલનો શિકાર કર્યો હતો. વિશ્વમાં પહેલીવાર આ તસ્વીરનું ડોક્યુમેન્ટ થયેલું. આનો આફ્રિકામાં પણ આવો કોઈ રેકોર્ડ નહોતો. મારી સાથે મારાં મિત્ર રોહિતભાઈ વ્યાસ (Rohit Vyas) હતાં તેમણે પણ ફોટા લીધા હતા અને મેં પણ લીધેલા હતા. આપણે દરિયા કિનારે ઘણા સિંહો છે. દરિયા કિનારે સિંહનું જો પહેલી વખત રેકોર્ડિંગ થયું હોઈ તો એ 1996માં ડિસેમ્બરમાં મેં કર્યું હતુ. આ માટે ક્રેડિટ હું વાઈલ્ડલાઈફ ડિવીઝન ટ્રેકર અને વાઈલ્ડલાઈફ ડિવિઝન સાસણને આપું છું. કારણ કે તેમની મહેનતના પરિણામે હું આ ફોટો લઇ શક્યો હતો. લોકો માનતા જ નહોતા કે દરિયાકિનારે સિંહ હોઈ. પણ હાલ તો ભાવનગર, રાજુલા, પીપાવાવ પોર્ટ સહિતના વિસ્તારમાં દરિયાકિનારે 100 જેટલાં સિંહો છે.
First published:

Tags: Gir Forest, Gir Lion, Rajkot News, Rajkot Samachar, Wild Life, Wildlife photography, World Lion Day

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો