જેતપુરમાં યોજનાર કોળી સમાજનાં સમુહલગ્નની કંકોત્રી ચર્ચાનું કેન્દ્ર બની છે. કંકોત્રીમાં દારૂબંધીને લઇ સંદેશ આપવામાં આવ્યો છે. લગ્નમાં દારૂ પીને આવનાર પાસેથી દંડ લેવામાં આવે અને કરિયાવર આપવામાં નહી આવે તેવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે.
Mustufa Lakdawala, Rajkot: આજકાલ બધા લોકોની લાઈ ફસ્ટાઈલ બદલી રહી છે. સોસાયટીમાં નવા ટ્રેન્ડ આવી રહ્યાં છે. લોકો તે ટ્રેન્ડના હિસાબે ચાલવા લાગ્યા છે. ત્યારે હવે તો લગ્નમાં જાણે દારૂ પીવાનો ટ્રેન્ડ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જેતપુરમાં યોજાનાર સમુહ લગ્નની કંકોત્રીમાં અનોખો મેસેજ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લાનાં જેતપુરની કંકોત્રી વાયરલ થઇ
લગ્ન પ્રસંગમાં દારૂ પીવો આજનો ટ્રેન્ડ બની ચૂક્યો છે. ત્યારે રાજકોટના હડાળા ગામની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી હતી.
જેમાં દારૂ પીને નહીં આવવાનું સૂચન કરવામાં આવ્યું છે અને પકડાશો તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારબાદ હવે આવી જ એક કંકોત્રી વાયરલ થઈ છે રાજકોટ જિલ્લાના જેતપુર ગામની છે.