Home /News /rajkot /Rajkot: આ નાનકડી ટેણકીની વાતો સાંભળી મોદીજી બોલ્યા વાહ વાહ...!

Rajkot: આ નાનકડી ટેણકીની વાતો સાંભળી મોદીજી બોલ્યા વાહ વાહ...!

આ

આ નાનકડી ટેણકી કોણ છે? જેને પીએમ મોદીને પણ પોતાની વાતોથી ચોંકાવી દીધા

આ દિકરીનું નામ આધ્યાબા છે જે મુળ રાજકોટની છે. જેને 1 મિનિટમાં ભારતની વિકાસયાત્રા પીએમ મોદીને સંભળાવી હતી. આધ્યાબા જાડેજા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી છે.

  Mustufa Lakdawala, Rajkot : ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ્દ મેદાનમાંઉતાર્યા છે. અને સભાઓ અને રેલીઓ યોજીને લોકોને પોતાના તરફ કરવા માટે તમામ મહેનત કરી રહ્યાં છે.ત્યારે આ કાર્યક્રમોવચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો ભેટો એક 8 વર્ષની દીકરી સાથે થયો હતો.આ દરમિયાન તેને જોઈને પીએમ મોદી ખુદ ચોંકી ગયાહતા. કારણ કે આ બાળકી માત્ર 1 જ મિનિટની અંદર પીએમ મોદીના કાર્યકાળની વિકાસયાત્રા સંભળાવી દીધી હતી.જે સાંભળીનેપીએમ મોદી પણ ચોંકી ગયા હતા અને મોંઢામાંથી બસ એટલા જ શબ્દો નીકળ્યા હતા કે વાહ વાહ.જે સાંભળીને બાળકી પણમજામાં આવી ગઈ હતી.

  બાળકી શું બોલી હતી ?

  આ દિકરીનું નામ આધ્યાબા છે જે મુળ રાજકોટની છે. જેને 1 મિનિટમાં ભારતની વિકાસયાત્રા પીએમ મોદીને સંભળાવી હતી. આધ્યાબા જાડેજા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી છે. આધ્યાબાએ પીએમ મોદીને કહ્યું કે 'ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.ભાજપને ઝુકાવવાજાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે.  આધ્યાબાએ મોદીજી સાથે વાત કરતા તેમને કહ્યું કે મને લાગ્યું કે હું મારા દાદાજી સાથે વાતચીત કરી રહી છું. વધુમાંઆધ્યાબાએ કહ્યું કે 70ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણબનાવે ભાજપ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રીવેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ.

  આધ્યાબાની આ કાલી કાલી વાતો સાંભળીને તાળીઓનો ગડગડાટ થયો હતો. આધ્યબાએ કહ્યું કે તેને ઘણા સમયથી નરેન્દ્રમોદીજીને મળવાની ઈચ્છઆ હતી. મારા નાના કેબિનેટ મંત્રી છે.. દુધરેજમાં તેઓના કાર્યક્રમમાં હું ગઈ હતી. ત્યારે તેમણે મને કહ્યુંકે, શક્ય બનશે તો વડાપ્રધાન સાથે મુલાકાત કરાવી આપીશ. અને મારો ચાન્સ લાગી ગયો હતો.

  આધ્યાબાએ કહ્યું કે પીએમ મોદીએ મને આશિર્વાદ પણ આપ્યા પણ જ્યારે હું તેને મળવા જવાની હતી એ પહેલા હું થોડી નર્વસહતી પણ પછી તેને મને તેની દીકરીની જેમ જ વાત કરી... તેમની સાથેની મારી આ મુલાકાતને લઈને સૌકોઈ મને કહેતા હતા કે તુંટીવીમાં આવી હતી. મારા મેડમે પણ કહ્યું કે મેં તારો વિડીયો બધા ગ્રુપમાં મૂકયો છે. અમને તારા ઉપર ગર્વ છે.

  વધુમાં આધ્યાબા કહે છે કે, મને મોડલિંગનો શોખ છે. એટલે આવનારા સમયમાં મારે મિસ યુનિવર્સ બનવું છે. મેં વડાપ્રધાનેભારતમાં જે કામો કર્યા છે તેના વિશે જ કહ્યું હતું. જે સાંભળી વડાપ્રધાન ખૂબ ખુશ થયા હતા. આ સ્પીચ મને મારા મોટા મમ્મીએલખી આપી હતી. અને મારા મમ્મીએ વારંવાર બોલાવીને મને કંઠસ્થ કરાવી હતી. જોકે વડાપ્રધાન સામે થોડીવાર નર્વસ થવાયતેવું લાગતું હતું. પણ તેમનો પ્રેમ જોઈને મને મારા દાદાજી હોય તેવું લાગતા હું ખૂબ સારી રીતે આ સ્પીચ તેમની સામે બોલી શકીહતી.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Local 18, પીએમ મોદી, ભાજપ, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन