Home /News /rajkot /Rajkot: 'બધાઇ હો...' કાવેરી અને દિવાકરના ઘરે બે વાઘનો જન્મ થયો!

Rajkot: 'બધાઇ હો...' કાવેરી અને દિવાકરના ઘરે બે વાઘનો જન્મ થયો!

પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણે આપ્યો 2 બાળ વાઘને જન્મ

પ્રદ્યુમન પાર્ક ઝુમાં છેલ્લા 7 વર્ષમાં કુલ 13 બાળ વાઘનો જન્મ થયો છે. જેમાં ગાયત્રી વાઘણે 10 બચ્ચાને, યશોધરા વાઘણે 1 અનેકાવેરી વાઘણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘ-વાઘણ જોવા માટે લોકો દુર દુર આવે છે. એવામાં રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યો છે. તમને જણાવી દયે કે એક સફેદ વાઘ અને 3 સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈ મૈત્રીબાગ ઝુમાંથી લાવવામાં આવ્યા હતા. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં લાવવામાં આવેલા સફેદ વાઘનું નામ દિવાકર અને 2 વાઘણમાંથી એકનું નામ કાવેરી અને બીજીનું નામ ગાયત્રી છે. ત્યારે આજે વહેલી સવારે વાઘ દિવાકર અને વાઘણ કાવેરીના સંવનથી 108 દિવસના ગર્ભવસ્થા બાદ 2 વાઘનો જન્મ થયો છે.

    પ્રદ્યુમન પાર્ક ઝુમાં છેલ્લા 7 વર્ષમાં કુલ 13 બાળ વાઘનો જન્મ થયો છે. જેમાં ગાયત્રી વાઘણે 10 બચ્ચાને, યશોધરા વાઘણે 1 અને કાવેરી વાઘણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પ્રદ્યુમન પાર્કમાં કુલ 13 બાળ વાઘનો જન્મ થયો છે.




    હાલ માતા વાઘણ અને તેના બંને બાળકો સુરક્ષિત છે. આ સાથે જે ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા ત્રણેયનું રાઉન્ડ ધ ક્લોક મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમને જણાવી દયે કે રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે.
    First published:

    Tags: Local 18, Zoo, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन