Home /News /rajkot /રાજકોટઃ પત્ની રીસામણે ચાલી ગઈ તો પતિને લાગી આવ્યું, આત્મહત્યા કરવા પી લીધી ઉંદર મારવાની દવા

રાજકોટઃ પત્ની રીસામણે ચાલી ગઈ તો પતિને લાગી આવ્યું, આત્મહત્યા કરવા પી લીધી ઉંદર મારવાની દવા

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે મફતીયા પરામાં રહેતા કલ્પેશ રમેશભાઈ કુકડિયા નામના કોળી યુવાને પોતાના ઘરમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધાનો બનાવ સામે આવ્યો હતો.

રાજકોટઃ શહેરમાં વધુ એક પતિએ પત્ની રીસામણે ચાલી જતા ઝેરી દવા પી (Drink poison) આપઘાતનો પ્રયાસ (suicide attempt) કર્યો છે. પાંચ દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં (rajkot city) પત્ની રીસામણે ચાલી જતા પતિએ આપઘાત કરતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે મફતીયા પરામાં રહેતા કલ્પેશ રમેશભાઈ કુકડિયા નામના કોળી યુવાને પોતાના ઘરમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધાનો બનાવ સામે આવ્યો હતો. કલ્પેશ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેને શારીરિક અસર પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ આજીડેમ પોલીસને થતા આજીડેમ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

આજીડેમ પોલીસે કલ્પેશની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કલ્પેશ કારખાનામાં મજૂરી કામ કરે છે બે દિવસ પૂર્વે તેની પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેના કારણે માઠું લાગી આવતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

જ્યારે કે ભાવનગરમાં ઘોઘા રોડ પર રહેતા સાગર શાંતિભાઈ બારૈયા નામના યુવાને રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સાગર શા માટે આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી છે તે બાબતે પોલીસ દ્વારા હાલ નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

પાંચ દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં પત્ની રીસામણે ચાલી જતા પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો.  રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા ન્યુ હંસરાજ નગરમાં રહેતા પ્રવિણભાઇ પરબતભાઈ હીરાભાઈ લુંલાડીયા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. પ્રવીણભાઈ નામના યુવાને પોતાના ઘરે લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાની જાણ પરિવારજનોને થઈ હતી.
" isDesktop="true" id="1077404" >સમગ્ર મામલે બનાવની જાણ આજીડેમ પોલીસ સ્ટેશન અધિકારીઓને થતાં એ.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રવીણભાઈ શાકભાજીનો ધંધો કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. પ્રવીણભાઈ ને દારૂ પીવાની કુટેવ હોય જે બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તેમની પત્ની ત્રણ દિવસ પૂર્વે રિસામણે ચાલી ગઇ હતી. ત્યારે પાછળથી આ પ્રકારનું આપઘાતનું પગલું ભરી લીધું હતું.
First published:

Tags: અાપઘાત પ્રયાસ, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો