Home /News /rajkot /રાજકોટ: કોર્પોરેશનના કેટલાક કાગળો ઘરે પહોંચતા વેપારી ધ્રુજી ગયા, સીધો પોલીસનો સંપર્ક કર્યો
રાજકોટ: કોર્પોરેશનના કેટલાક કાગળો ઘરે પહોંચતા વેપારી ધ્રુજી ગયા, સીધો પોલીસનો સંપર્ક કર્યો
આ અંગે રાધાકિશને એ ડિવિઝન પોલીસને ફરિયાદ આપી છે.
આર.એમ.સી દ્વારા જે માહિતીનો પત્ર આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમોને માંગવામાં આવનાર માહિતી આરટીઆઇના કાયદા મુજબ આપવા લાયક નથી બનતી. અમારા મારફતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં કોને અરજી કરી છે તે બાબતે જાણવા માટે અમે કમિશનર કચેરીના સીસીટીવી ફૂટેજ માટે સીડી પણ માંગેલી હતી.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પોતાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના આક્ષેપ સાથે 69 વર્ષીય રાધાકિશન ઓધુમલ આહુજા નામના સિંધી વેપારીએ પોતાના નામથી આરટીઆઇ દ્વારા માહિતી માગનાર તેમજ ખોટી સહીઓ સાથે કાગળ બનાવનાર મોહિત ગજેન્દ્ર ચૌહાણ, દીપક ફતેચંદ ભાટીયા અને મહેશ મુલચંદ બુધવાણી સામે આઇપીસીની કલમ 465, 469, 471 તેમજ 120 (બી) મુજબ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ નોંધાતાની સાથે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે.
એ ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી રાધાકિશન ઓધુમલ આહુજાએ જણાવ્યું છે કે, હું જંકશન પ્લોટ ખાતે આહુજા આઈસ્ક્રીમ નામની દુકાન ધરાવું છું. રાજકોટની ટીપી શાખા દ્વારા બે પત્રો અમારે ત્યાં આવ્યા હતા. જે અમારા નામના હોય જે પત્ર મારા દીકરા દિનેશે લઈ લીધેલ હતા. પત્ર જોતા અમને ખ્યાલ આવ્યો કે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે માહિતી અધિકારના કાયદા અનુસાર કોઈ વ્યક્તિએ અમારા નામનો ખોટો ઉપયોગ કરી અમારી ખોટી સહી કરી તેમજ સરનામું અને મોબાઈલ નંબર લખી માહિતી માંગેલ હોય.
આર.એમ.સી દ્વારા જે માહિતીનો પત્ર આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમોને માંગવામાં આવનાર માહિતી આરટીઆઇના કાયદા મુજબ આપવા લાયક નથી બનતી. અમારા મારફતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં કોને અરજી કરી છે તે બાબતે જાણવા માટે અમે કમિશનર કચેરીના સીસીટીવી ફૂટેજ માટે સીડી પણ માંગેલી હતી. જે સીસીટીવી ફૂટેજની સીડી પણ કોર્પોરેશન દ્વારા અમને આપવામાં આવી હતી.
સમગ્ર મામલે અમને જાણવા મળ્યું કે, અમારા વિસ્તારમાં ચાલી રહેલા જુદા જુદા બાંધકામ અંગે કમ્પ્લીશન સર્ટિફિકેટ બી. યુ. સર્ટિફિકેટ સહિતની માંગણી કરવામાં આવી હતી. તેમજ જે વ્યક્તિઓ આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા છે તેમાં આર.ટી.આઈ માંગનાર મોહિત ચૌહાણ તેમજ તેના શેઠ દિપકભાઈ ભાટીયા અને મહેશભાઈ બુધવાણી સામેલ છે. ત્રણ આરોપીઓ પૈકી મહેશ બુધવાણીએ અમારા ઘરની તેમજ અમારી દુકાનની પણ માહિતી આરટીઆઇ દ્વારા માંગેલ હતી.