Home /News /rajkot /Rajkot News: મુંબઈની મહિલા ભૂલથી પહોંચી રાજકોટ, અભયમની ટીમે જાણો કેવી રીતે પરિવાર સુધી પહોંચાડી

Rajkot News: મુંબઈની મહિલા ભૂલથી પહોંચી રાજકોટ, અભયમની ટીમે જાણો કેવી રીતે પરિવાર સુધી પહોંચાડી

રાજકોટ અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન.

રાજકોટના રેસકોર્સ પાસે એક મહિલા ભુલી પડી ગઈ હતી. જેની જાણ એક જાગૃત નાગરિકને થતા તેમને 181 અભયમ ટીમને કોલ કર્યો હતો.આ વ્યક્તિએ સમગ્ર ઘટના 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન અને કોન્સ્ટેબલ રીનાબેને જણાવ્યું હતું કે ગભરાયેલ હાલતમાં મળી આવેલ આ મહિલાને કશું જ યાદ ન હતું.

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot : રાજકોટની 181 મહિલા અભયમની ટીમ 24 કલાક ખડેપગે રહીને સેવા આપે છે.આ ટીમ એક પણ કોલ મિસ કરતી નથી.દરેક કોલના સોલ્યુશન કરાવીને સેવા આપે છે.એવામાં ફરી એકવાર અભયમની ટીમે પોતાની ફરજ નિભાવીને એક ભુલી પડેલી મહિલાનું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

    રાજકોટના રેસકોર્સ પાસે એક મહિલા ભુલી પડી ગઈ હતી. જેની જાણ એક જાગૃત નાગરિકને થતા તેમને 181 અભયમ ટીમને કોલ કર્યો હતો.આ વ્યક્તિએ સમગ્ર ઘટના 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન અને કોન્સ્ટેબલ રીનાબેને જણાવ્યું હતું કે ગભરાયેલ હાલતમાં મળી આવેલ આ મહિલાને કશું જ યાદ ન હતું.

    જેથી તેની પાસેથી માહિતી મેળવવી અઘરી હતી.જેથી કલાકો સુધી રાહ જોયા બાદ મહિલાને હિંમત આપીને તેનું ધીરજપૂર્વક કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.જેથી મહિલાએ પોતાનું સરનામુ જણાવ્યું હતું તેમને જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ પહેલા સંસ્કાર મેઈન રોડ ઉપર રહેતા હતા. પરંતુ હાલ ત્યાં રહેતા નથી. પણ પછી તેને તેના સંબંધીને ત્યાં લઈ જવામાં આવી હતી.

    આ સંબંધી તેના મામાજી સસરાનું ઘર હોવાનું સામે આવ્યું હતું.જે બાદ તેમના પતિનો સંપર્ક કરીને તેમને બોલાવ્યા હતા.તેમના પતિ મુંબઈમાં રહે છે.જેથી તેઓ તાત્કાલિક તેમના પત્નીને લેવા માટે આવ્યા હતા.અને તેમના પતિને આ મહિલા સોંપવામાં આવી હતી.
    First published:

    Tags: Local 18, મહિલા, રાજકોટ

    विज्ञापन