Home /News /rajkot /વોટ્સએપ પર આવેલો એક મેસેજ બન્યો હનીટ્રેપનું કારણ, યુવક પાસે માંગ્યા 10 લાખ રૂપિયા

વોટ્સએપ પર આવેલો એક મેસેજ બન્યો હનીટ્રેપનું કારણ, યુવક પાસે માંગ્યા 10 લાખ રૂપિયા

યુવાનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો

Rajkot Honeytrap: રાજુલાના યુવકને રાજકોટના રામવનમાં ફરવા બોલાવી હનીટ્રેપ ગોઠવી યુવક પાસેથી રૂપિયા દસ લાખની માગણી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવક દ્વારા આજીડેમ પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં યુવાનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. રાજુલાના યુવકને રાજકોટના રામવનમાં ફરવા બોલાવી હનીટ્રેપ ગોઠવી યુવક પાસેથી રૂપિયા દસ લાખની માગણી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવક દ્વારા આજીડેમ પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં દિવસે દિવસે ગુનાખોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવા નવા ગુનાના કેસો સામે આવી રહી છે.

મીડિયાના માધ્યમ બન્યું હનીટ્રેપનું કારણ


આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જોજોનો દૂર રહેલા વ્યક્તિઓ એકબીજાની નજીક પળ ભરમાં આવી જાય છે. રાજુલાના વડગામમાં રહેતા તેમજ ખેતી કામ કરનારા શૈલેષ ધાખડાએ પોતાની પોલીસ ફરિયાદમાં માનસી રાજપુત, હમીર જોગરાણા, દિનેશ, પલ્લવી પટેલ તેમજ રાહુલ નામના વ્યક્તિઓના નામ આપ્યા છે. તેમજ તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 387, 323, 504, 506 (2), 511 તેમજ 114 હેઠળ ગુનો નોંધાવવામાં પણ આવ્યો છે.

આ પણ વાંચો: રામ તેરી ગંગા મેલી હો ગઈ, ફિરોઝે એક યુવતીને બહેન બનાવી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું

મેસેજ કરી યુવકને મળવા બોલાવ્યો


ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, ‘ગત તારીખ 11 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી મને મેસેજ આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજનો રીપ્લાય આપતા સામા પક્ષે માનસી રાજપુત નામની છોકરી હોવાનું જાણવા મળ્યું હતું. ગત દશ નવેમ્બરના રોજ મને માનસીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મને મળવા રાજકોટ આવ આપણે રામવનમાં ફરવા જઈશું. પરંતુ મેં મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ તેણે મારી સાથે વાત ન કરવાની ચીમકી આપી હતી અને મને પરાણે રાજકોટ આવવા માટે દબાણ કર્યું હતું.’

આરોપીઓએ કરી 10 લાખની માગ


વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ‘હું મારા કાકાની કાર લઈને સવારના 11:30 વાગ્યા આસપાસ રાજકોટ પહોંચ્યો હતો. ત્યારબાદ તેણીએ મને એસ્ટ્રોન ચોકમાં આવવાનું કહ્યું હતું. એસ્ટ્રોન ચોકમાંથી તે મારી ગાડીમાં બેસી ગઈ હતી. ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે ચાલ આપણે રામવન ફરવા જઇએ. અમે બંને રામમન ફરવા પણ ગયા હતા. તે બાદ અમે બંને ગાડી પાસે જતા હતા ત્યારે એક છોકરો બાઈક લઈને અમારી પાસે આવ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે તું કોણ છો? આ છોકરી તારી સાથે અહીં શું કરી રહી છે? મેં પણ કહ્યું હતું કે તમે કોણ છો? તો તેણે કહ્યું કે મારું નામ રાહુલ છે તારી સાથે જે છોકરી છે તેની મારી સાથે સગાઈ થઈ ગઈ છે તું અત્યારે તેની સાથે શું કરી રહ્યો છે?’

આ પણ વાચો: અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી 3નો ભાગ નથી’ જાણો અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

આજીડેમ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ


ફરિયાદ પ્રમાણે છોકરાના મામાએ પીડિતને પગના ભાગે પાઇપના કામ મારી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. ત્યારબાદ એક છોકરો તેમજ એક છોકરી ત્યાં આવી પહોંચી હતી. હમીર નામના છોકરાએ મને જણાવ્યું હતું કે, આ લોકો પોલીસ સ્ટેશન જવાનું કહે છે પરંતુ મેં તેમને પોલીસ સ્ટેશન નહીં જવા સમજાવેલા છે. જો તુ આ લોકોને દસ લાખ રૂપિયા આપી દે તો બધું અહીં જ પતી જશે.’ આમ તે લોકો દ્વારા પૈસાની માંગ કરવામાં આવી હતી. મારા કાકા તેમની સાથે વાત કરી 50,000 રૂપિયા આપી વાત પતાવવાનું નક્કી થયું હતું. ત્યારબાદ હું હમણાં પૈસા લઈને આવું છું તેમ કહીને હું ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ બનાવો અંગે હું સીધો આજીડેમ પોલીસ મથકે પહોંચી મારી ફરિયાદ નોંધાવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: HoneyTrap, Rajkot Crime, ગુજરાત, રાજકોટ, હનીટ્રેપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन