આ સાથે જ બાંધકામ 8600 અને 9900 હતું તેમાં પણ અઢી ગણો વધારો થયો છે. એટલે દસ્તાવેજની જે કિંમત બજારમાં 90 લાખ રૂપિયામાં વેંચાતો હોય તે દસ્તાવેજ જંત્રી પ્રમાણે પણ 70થી 80 લાખ રૂપિયા થશે.
Mustufa Lakdawala,Rajkot : ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જો કે હાલ પૂરતો આ નિર્ણય મૂલતવી રાખવામાં આવ્યો છે, પરંતુ જો આ નવો નિયમ આવ્યો તો બિલ્ડર એસોસિયેશન સહિત લોકોમાં પણ અસંતુષ્ટ જોવા મળી રહ્યો છે. જંત્રીના નવા દર અમલી બનતા લોકોને બિલ્ડર એસોસિયેશનને વધુ માર પડ્યો છે. ત્યારે બિલ્ડર એસોસિએશનની માંગે છે કે હાલની જંત્રી કરતાં જમીનમાં 50 ટકા અને બાંધકામની જંત્રીમાં 20 ટકા વધારો કરવો જોઈએ.
સમગ્ર મામલે રાજકોટના એડવોકેટ જીતેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે જંત્રી વધવાથી સામાન્ય લોકોને થોડીક તકલીફ તો પડશે.કારણ કે જે જગ્યાએ મિલકતની કિંમત અને ફ્લો જે વધતો હોય છે. એ પ્રમાણે જંત્રીની ગણતરી કરીને ભાવ મુકવામાં આવે છે પણ હવે સરકારે જંત્રીનો ભાવ જ્યાં 100 રૂપિયા કરવાનો હોય ત્યાં 200 રૂપિયા ગણવાનો નક્કી કરી નાખ્યો છે.
બીજી તરફ બાંધકામમાં પણ જે ભાવ 8600 અને 9900 આવેલા હતા તેની જગ્યાએ 19200 અને 15700 નક્કી કરવામાં આવ્યાં છે. આવી જ રીતે ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીમાં પણ બાંધકામનો ભાવ વધારે રાખ્યો છે. સામાન્ય રીતે જ્યારે લોકો પ્રોપર્ટીની ખરીદી કરે છે. એમાં પણ જ્યારે લોકો ફ્લેટ લે છે તેમાં જંત્રીનો ભાવ , જમીન અને બાંધકામનો ભાવનો સમાવેશ થાય છે.
જેથી ફ્લેટના અને ઓફિસના જે દસ્તાવેજો થશે તેમાં વધારે નુકસાની લોકોને નહીં જાય પણ જે ઘરના ઘરનું સપનું જોતા હોય તેવા લોકોના જે દસ્તાવેજ થશે તેમાં જે જમીનના ભાવ 12500 આવે છે, તેના સીધા 24500 ગણવાના રહેશે.કારણ કે 100 રૂપિયાની જંત્રી 200 રૂપિયા કરવામાં આવી છે.
આ સાથે જ બાંધકામ 8600 અને 9900 હતું તેમાં પણ અઢી ગણો વધારો થયો છે. એટલે દસ્તાવેજની જે કિંમત બજારમાં 90 લાખ રૂપિયામાં વેંચાતો હોય તે દસ્તાવેજ જંત્રી પ્રમાણે પણ 70થી 80 લાખ રૂપિયા થશે. એટલે દસ્તાવેજનો જે ક્રાઈટેરીયા 35 લાખ થતો હોય એની સામે ડબલ ડ્યુટી સરકારમાં ચુકવવી પડશે. જેથી લોકોના બજેટમાં હિલચાલ જોવા મળી રહી છે. આમ ઘરનું ઘર કરવાનું સપનુ જોતા લોકોને મોટો ધક્કો લાગશે.
અમારી સરકારને વિનંતી છે કે સરકાર પાસે રેવન્યુ સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાબ, તલાટી સહિત બધો જ સ્ટાફ છે. અને બધો રેકોર્ડ પર ઓનલાઈન છે. તો તેના પરથી જંત્રીનો ક્રાઈટેરીયા નક્કી કરે. જેથી લોકોની માથે ભારણ ન આવે.કારણ કે 100ની 200 જંત્રી થાય તો ગુજરાતના બધા લોકોને અસર થશે. જેથી સરકારને વિનંતી છે કે જંત્રીમાં જે વધારો કરવામાં આવ્યો છે તે થોડો પાછળ ઠેલવવામાં આવે અને વિસંગતતા દુર કરવામાં આવે.