Home /News /rajkot /બજેટમાં રાજકોટ માટે શું શું આપવામા આવ્યું? જાણો આવનારા દિવસોમાં કેવું હશે રંગીલું શહેર?

બજેટમાં રાજકોટ માટે શું શું આપવામા આવ્યું? જાણો આવનારા દિવસોમાં કેવું હશે રંગીલું શહેર?

બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલ

નાણાંમંત્રી નીતિન પટેલે રાજકોટમાં આધુનિક ટેકનોલોજી આધારીત નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવા સહિતની જાહેરાતો કરી હતી.

રાજકોટઃ રાજ્યમાં (Gujarat state) વધતાં વિકાસ સાથે ઝડપી શહેરીકરણની પ્રક્રિયા સાહજિક છે. સ્‍વર્ણિમ જ્યંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jyanti Mukhyamantri Shaheri Vikas Yojana) દ્વારા ગુજરાતના શહેરોમાં ઊભી કરવામાં આવેલ 21મી સદીની અદ્યતન માળખાગત સુવિધાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવેલ છે. સ્‍વચ્‍છ શહેર (clean city) બાબતના સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં મેગા સિટીમાં (Mega City) અમદાવાદે પ્રથમ ક્રમે તો અન્‍ય શહેરોમાં સુરતે બીજો અને રાજકોટે ચોથો ક્રમ મેળવી રાજયનું ગૌરવ વધાર્યું છે.

ઉપરાંત ગાંધીનગર શહેરને બેસ્‍ટ સિટી ઇન ઇનોવેશન એન્‍ડ બેસ્‍ટ પ્રેક્‍ટિસિસનો પુરસ્‍કાર મળેલ છે. નાણાંમંત્રી નીતિન (Finance Minister Nitin Patel) પટેલે ગુજરાતના બજેટમાં (Gujarat budget 2021) રાજકોટમાં આધુનિક ટેકનોલોજી આધારીત નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવા સહિતની જાહેરાતો કરી હતી. બીજી તરફ ગુજરતમાં ઔદ્યોગીક વિકાસને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી સરકારે ઉદાર વહીવટી સુધારા કરી 300થી વધુ કાયદાકીય પદ્ધતિઓમાં સરળીકરણ કરેલ છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આવી સકારાત્‍મક કામગીરી કરનાર રાજ્ય દેશમાં પ્રથમ સ્‍થાને છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાઓને જુદા જુદા પ્રકારના જે ફોર્મ ભરવા પડતા હતા તેમાંથી ઘણા ફોર્મ ભરવામાંથી મુકિત આપવામાં આવી રહેલ છે.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

માળખાકીય ક્ષેત્રને વિકસાવવા મોટા પ્રમાણમાં મુડી રોડ કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત રાજયમાં હાલ કેન્‍દ્ર અને રાજય સરકારના 1 લાખ 90 હજાર કરોડના 314 માળખાકીય પ્રકલ્‍પો પ્રગતિમાં છે.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજયના જુદા જુદા વિસ્‍તારમાં ઔદ્યોગીકરણને પ્રોત્‍સાહન આપી સ્‍થાનીક રોજગાર નિર્માણ થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્‍લામાં જલોત્રા, જામનગર જિલ્લામાં શેખપાટ, ગાંધીનગર જિલ્લામાં કડજોગ, અમરેલી જિલ્‍લામાં પીપાવાવ અને રાજકોટ જિલ્લામાં નાગલપર ખાતે તેમજ પાટણ, આણંદ, મહીસાગર અને મોરબી જિલ્લામાં જી.આઇ.ડી.સી. દ્વારા નવી ઔદ્યોગીક વસાહતો સ્‍થાપવાનું આયોજન છે.
" isDesktop="true" id="1076878" >

" isDesktop="true" id="1076878" >



નાગલપુર કુવાડવા રોડ પર નવાગામની સામેના ભાગે આવેલુ છે. મેડીકલ અને ફાર્મા સેકટરમાં ગુજરાત રાજયનું આગવું સ્‍થાન છે. આ સેકટરને વધુ મજબુત કરવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્‍ડ ડ્રગ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડીકલ ડીવાઇસ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક સ્‍થાપવાનું આયોજન છે.
First published:

Tags: Gujarat budget 2021, Gujarat state

विज्ञापन