Home /News /rajkot /Rajkot: મોતના કૂવામાં મોતને મુઠ્ઠીમાં રાખીને બાઇક ચલાવે છે આ યુવતી, જુઓ Video

Rajkot: મોતના કૂવામાં મોતને મુઠ્ઠીમાં રાખીને બાઇક ચલાવે છે આ યુવતી, જુઓ Video

X
છુટા

છુટા હાથે બુલેટ ચલાવે છે આ યુવતી

લોકમેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર (Center of attraction) મોતનો કૂવો (The well of death) બન્યો છે. જેમાં યુવતી છુટા હાથે બુલેટ (Woman bike Rider) ચલાવે ત્યારે લોકોના શ્વાસ પણ બે ઘડી થંભી જાય છે

Mustufa Lakdawala, Rajkot: સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો (Saurashtra biggest fair) એટલે રાજકોટનો લોકમેળો . આ લોકમેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો (Janmashtami 2022) રાખવામાં આવ્યું છે. આ લોકમેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર (Center of attraction) મોતનો કૂવો (The well of death) બન્યો છે. જેમાં યુવતી છુટા હાથે બુલેટ (Woman bike Rider) ચલાવે ત્યારે લોકોના શ્વાસ પણ બે ઘડી થંભી જાય છે. જયારે તે સ્ટન્ટ કરે છે ત્યારે લોકો તેને શાબાશી આપે છે.

હું 25 વર્ષથી મોતના કુવાનો ધંધો કરું છું

મોતના કૂવાના સંચાલક સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે 25 વર્ષથી મોતનો કૂવો ચલાવીએ છીએ. જેમાં છુટા હાથે બાઈક ચલાવી અમારા લોકો લોકોને મનોરંજન પૂરું પાડે છે. અમારા લોકો મોતને મુઠ્ઠીમાં રાખી લોકોને આનંદ આપે છે. અમારા મોતના કુવામાં બે બાઈક અને બે મારુતિ કાર ચલાવવામાં આવે છે. અને ચારેયના ચલાકો છુટા હાથે વાહનો ચલાવે છે. કોઈ હાથ બતાવે, કોઈ સલામ કરે એવા સ્ટન્ટ બતાવે છે.

મેળા પહેલા એક મહિનો ટ્રેનિંગ આપીએ છીએ

સુરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મેળામાં કોઈ પણ વ્યક્તિ આવે એ મોતનો કૂવો જોઈને ખુશ થઈ જાય છે. અમે લેડીસ પણ રાખી છે જે બાઈક પણ ચલાવે છે. મોતના કુવામાં ત્રણ મહિના ટ્રેનિંગ લીધા બાદ જ બાઈક ચાલવવા માટે મંજૂરી આપીએ છીએ. હજી સુધી કોઈ આકસ્મિક બનાવ બન્યો નથી. કારણ કે અમે એને ટ્રેનિંગ આપ્યા બાદ જ મોતના કુવામાં બાઈક અને કાર ચલાવવા દઈએ છીએ. આ માટે મેળા પહેલા તે લોકોની ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે.

હું 20-22 વર્ષથી મોતના કુવામાં બુલેટ ચલાવું છું

મોતના કુવામાં બુલેટ ચલાવતા મલ્હારસિંગે જણાવ્યું હતું કે, હું માધ્યપ્રદેશનો રહેવાસી છું અને 20-22 વર્ષથી મોતના કુવામાં બાઈક ચલાવું છું. મને બાળપણથી મોતના કુવામાં બાઈક ચાલવાની તમન્ના હતી. પહેલી વખત મે મોતનો કૂવો જબલપુરમાં જોયો હતો. બાદમાં મોટા મોતના કુવામાં ટ્રેનિંગ લીધી હતી. હું બુલેટ ચલાવું છું, જેમાં બુલેટ પર ઉભા થવું, સાઈડમાં થઈ જવુ જેવા સ્ટન્ટ કરું છું. ઘણી વખત પડી પણ જઈએ છીએ. પણ આજ દિન સુધી મોતી ઇજા પહોંચી નથી.

આ પણ વાંચો:  રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન, અહી આપો રાષ્ટ્રધ્વજ અને પીવો ફ્રીમાં ચા

મોતના કૂવામાં બુલેટ ચલાવતી યુવતી શું કહે છે

મોતના કૂવામાં બુલેટ ચલાવતી યુવતી પાયલે જણાવ્યું હતું કે, હું 18 વર્ષની હતી ત્યારથી મોતના કુવામાં બુલેટ ચલાવું છું. મે પહેલા નીચે બુલેટ ચાલવાની ટ્રેનિંગ લીધી હતી. બાદમાં ધીમે ધીમે મોતના કુવામાં થોડા થોડા અંતરે બુલેટ ચડાવાનું શરુ કર્યું હતું. ભગવાનની કૃપા છે કે હું મોતના કુવામાં બુલેટ ચલાવી શકું છું. હજુ સુધી પડી નથી પણ પડીએ તો પાછા ઉભા થઈ બુલેટ ચાલવાનું, ક્યારેય હિમ્મત નહિ હારવાની. સ્ટન્ટ કરું ત્યારે લોકો શાબાશી આપે છે.
First published:

Tags: Janmashtami 2022, Janmashtami festival, Rajkot News, Rajkot Samachar