Home /News /rajkot /રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલ માટે પડાપડી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલ માટે પડાપડી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ખુલ્લેઆમ દારૂની બોટલ માટે પડાપડી

Viral Video Rajkot: રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર શુક્રવારના રોજ દારૂ ભરેલી બેગમાંથી દારૂની બોટલની પડાપડી થતી હોય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં દારૂની બોટલ લાવનાર એસટી બસના ડ્રાઇવર અલતાબ હોથીની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર શુક્રવારના રોજ દારૂ ભરેલી બેગમાંથી દારૂની બોટલની પડાપડી થતી હોય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયો મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા જ ગણતરીની કલાકમાં રાજસ્થાનથી રાજકોટ દારૂની બોટલ લાવનાર એસટી બસના ડ્રાઇવર અલતાબ હોથીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


રાજકોટમાં શુક્રવારના રોજ સવારના ભાગે યાજ્ઞિક રોડ ઉપર દારૂ ભરેલી બેગમાંથી દારૂની બોટલ રાહદારીઓ લઈ જતા હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક તરફથી ગાંધીના ગુજરાતમાં દારૂના ખરીદ વેચાણ પર પાબંધી છે. તો બીજી તરફ પ્રતિબંધિત હોવા છતાં પણ સરેઆમ દારૂનો વેપલો થતો હોવાના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ સ્ટેટ મુનિટરિંગ સેલ દ્વારા માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી હાર્દિક સોલંકી ઉર્ફે હાર્દિક કવિને ત્યાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 10 લાખની સોપારી આપી પિતાએ જવાન દીકરાની કરાવી હત્યા

રાહદારીઓની પણ શોધખોળ હાથ ધરાઈ


નોંધનીય છે કે, શુક્રવારના રોજ વાઇરલ થયેલા વીડિયો મામલે પોલીસ દ્વારા જે જગ્યાએથી આ બેગ મળી આવી હતી ત્યાંના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા બેગમાંથી દારૂની બોટલ લઈ જતા રહેલા રાહદારીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમજ પકડાયેલ આરોપી કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


બસના ડ્રાઇવર અલતાબ હોથીની ધરપકડ


પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અલ્તાબ હોથી એસટી ડ્રાઇવર હોય જેના કારણે તે રાજસ્થાનથી દારૂની બોટલો બેગમાં રાખી રાજકોટ લઈ આવ્યો હતો. ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડથી તે ઘરે પોતાના મોટરસાયકલમાં દારૂ ભરેલી બેગ લઈ જતો હતો. આ સમયે દારૂ ભરેલી બેગ મોટરસાયકલમાંથી પડી જતા રસ્તે ચાલતા રાહદારીઓએ આ બેગમાંથી દારૂની બોટલ લઈ જતા હોય તેનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન જાણકારી મળશે કે આરોપી અગાઉ કેટલી વખત દારૂની હેરાફેરી કરી ચૂક્યો છે. તેમજ રાજકોટ શહેર માટે કોને કોને દારૂની ડીલેવરી આપતો હતો તે અંગે પડદો ઊંચકાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Latest News Rajkot Crime, Rajkot News, Viral videos

विज्ञापन
विज्ञापन