Home /News /rajkot /Video: ગાયક કલાકારો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન, જાણો શું હતો વિવાદ

Video: ગાયક કલાકારો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન, જાણો શું હતો વિવાદ

બ્રિજરાજદાન ગઢવી, દેવાયત ખવડ

Brijrajdan Gadhvi and Devayat Khavad: આ સાથે જ લોક સાહિત્ય જગતના બે સ્ટાર વચ્ચે વાકયુદ્વનો અંત આવ્યો છે. ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. આ અંગેનો વીડિયો વાયરલ થયા હતા.

વધુ જુઓ ...
    રાજકોટ: ગુજરાતના જાણીતા ગાયક કલાકારોમાં જેમની ગણતરી થાય છે તેવા બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું છે. શાબ્દિક ટપાટપી બાદ બંને કલાકારો વચ્ચે આજે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું છે. આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. તાજેતરમાં જ બંને કલાકારોએ એક બીજાનું નામ લીધા વગર સ્ટેજ પરથી પ્રહાર કર્યાં હતા.

    આ સાથે જ લોક સાહિત્ય જગતના બે સ્ટાર વચ્ચે વાકયુદ્વનો અંત આવ્યો છે. ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. આ અંગેનો વીડિયો વાયરલ થયા હતા. જે બાદમાં વિવાદ જગજાહેર થયો હતો. હવે બંને કલાકારોએ સમાધાનનો વીડિયો વાયરલ કર્યો છે.

    આ પણ વાંચો: ગણેશ પંડાલમાં કલાકારનું નાચતા નાચતા મોત, વીડિયો વાઇરલ

    સમગ્ર મામલો શું હતો?


    રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. ડાયરામાં ઇશરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, "જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે."


    દેવાયત ખવડનો વળતો પ્રહાર


    ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, "મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Song, ગાયક, ગુજરાતી, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन