મુસ્તુફા લાકડાવાલા રાજકોટ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અમેરિકા પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે ત્યારે આજે તેઓએ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે. ચાવડા અને વિરોધ પક્ષ ના અંગત મદદનીશ વિરુદ્ધ બદનક્ષીની નોટિસ ફટકારી છે. વિજય રૂપાણીના વકીલ અંશ ભારદ્વાજ દ્વારા આ નોટિસ ફાટકરાવમાં આવી છે.
જેમાં 22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરી 500 કરોડની જમીન કૌભાંડ અંગે આરોપ મૂક્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવેલા આક્ષેપો ખોટા અને તથ્યહીન છે જે બાબતે તેઓને બદનક્ષીની નોટિસ ફટકારવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વકીલ અંશ ભારદ્વાજ જણાવ્યું કે ખોટા આરોપોથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી 15 દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહીં તો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવશે. વિજય રૂપાણીએ કોંગ્રસ ના નેતાઓ ને 11 પેજની નોટિસ ફટકારી છે. જેમાં ચાર નેતાઓને નોટિસ પાઠવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, Vijay Rupani, રાજકોટ, વિજય રૂપાણી