Home /News /rajkot /

Video: રાજકોટમાં ફરી ખાખી વર્દી શર્મસાર, પોલીસકર્મીઓએ કરી દારૂ પાર્ટી

Video: રાજકોટમાં ફરી ખાખી વર્દી શર્મસાર, પોલીસકર્મીઓએ કરી દારૂ પાર્ટી

દારૂની મહેફિલમાં પોલીસ કોન્સ્ટેબલ હાજર હતા.

આ મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ PI મહેશ વાળાને ફોન કર્યો હતો તો તેમણે ફોન ઉપાડ્યા ન હતા. સાથે જ ACP કક્ષાના અધિકારી એસઆર ટંડેલ પણ ફોન નથી ઉઠાવી રહ્યા.

  ગુજરાતને દારૂબંધી (Gujarat Darubandi) મામલે ફરી શર્મસાર કરતી ઘટના રાજકોટ (Rajkot)માં સામે આવી છે. રાજકોટમાં વધુ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમા ખાખી વર્દી (Rajkot Police)પહેરીને લોકોને દારૂબંધીનો કડક અમલ કરાવનારી પોલીસ જ હાથમાં દારૂના પેગ લઇ ડાન્સ કરતી જોવા મળી છે. રાજકોટમાં દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો થયો છે કે, પોલીસ કોન્સ્ટેબલ દારૂની મહેફિલ (Rajkot Police Daru Party Video)માં હાજર હતા અને તેઓ હાથમાં જામ લઇ નાચી રહ્યા હતા. ત્યારે સવાલ એ પણ થાય છે કે શું આ પોલીસકર્મી રાજયમાં દારૂબંધીનો અમલ કરાવશે? જેમણે પોતે જ હાથમાં જામ લીધા છે.

  એક તરફ બોટાદ અને અમદાવાદ જિલ્લામાં જે પ્રમાણે કેમિકલ કાંડ સામે આવ્યો છે, ત્યારબાદ ગૃહ વિભાગ તરફથી દારૂ મામલે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પોલીસ જ દારૂ પાર્ટી કરી રહી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી પાડવા મામલે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે શહેરમાં એક ઓફિસની અંદર ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂની પાર્ટી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું.  હવે રાજકોટમાં દારૂ મહેફિલ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે અને દારૂની મહેફિલમાં પોલીસ કોન્સ્ટેબલ હાજર હતા. ન્યૂઝ 18 ગુજરાતી પર રાજકોટ દારૂ મહેફીલ પર સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસકર્મી જ દારુ પાર્ટી માણી રહ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે રાજુ ભાર્ગવ દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને 6 લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે. ત્યાં જ સીડીપી પ્રવિણકુમાર મીણાની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે.

  શહેરના દક્ષિણ વિસ્તારમાં એક ઓફિસની અંદર ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂની પાર્ટી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વીડિયો મામલે અનેક સવાલો પોલીસ સમક્ષ પણ ઉઠી રહ્યા છે. એક બાજુ રાજકોટ શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં ગેર કાયદેસર દારૂ ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં લોકો ઓફિસમાં પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  ઓફિસની અંદર થઈ રહેલી ઇંગ્લિશ દારૂની પાર્ટીમાં 14થી 16 જેટલા વ્યક્તિઓ હાજર હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વીડીયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે પ્લાસ્ટિકના ગ્લાસમાં ઇંગ્લિશ દારૂ ભરી લોકો નાચી રહ્યા છે. 1997માં હીરો નંબર વન કરીને ફિલ્મ આવી હતી, જેમાં મુખ્ય રોલમાં અભિનેતા ગોવિંદા જોવા મળ્યા હતા. તે ફિલ્મમાં 'યુપીવાલા ઠુંમકા લગાઉ કે હીરો જેસે નાચ કે દેખાઉં' નામનું એક ગીત પણ હતું. આ જ ગીતના શબ્દો પર લોકો ઇંગ્લિશ દારૂ સાથે નાચતા નજરે પડ્યા હતા.

  આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના ટોપ સ્પીડમાં આવ્યો, રાજ્યમાં 1100 થી વધુ કેસ નોંધાયા

  ત્યાં જ આ મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ PI મહેશ વાળાને ફોન કર્યો હતો તો તેમણે ફોન ઉપાડ્યા ન હતા. સાથે જ ACP કક્ષાના અધિકારી એસઆર ટંડેલ પણ ફોન નથી ઉઠાવી રહ્યા. ત્યારે શું આ પોલીસ કોન્સ્ટેબલોને ખાખી વર્દીની ઇજ્જની કોઇ પડી નથી કે પછી તેઓ પોતે જ દારૂબંધીને માનતા નથી.

  આ પણ વાંચો- બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી

  સૌથી મોટો સવાલ તો એ થાય છે કે, જે પોલીસના હાથમાં કાયદાનું પાલન કરવાની જવાબદારી છે તેઓ પોતે જ આમ દારૂની મહેફીલો માણશે તો તેઓ આરોપી અને ગુનેગારોને શું પકડશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, Latest News Rajkot Crime, Latest viral video, Rajkot crime branch, Rajkot News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन