Home /News /rajkot /રાજકોટમાં હથિયાર અને દારૂ સાથે વીડિયો બનાવવાનાં સીનસપાટા વધ્યા, હવે યુવતીનો વીડિયો વાયરલ

રાજકોટમાં હથિયાર અને દારૂ સાથે વીડિયો બનાવવાનાં સીનસપાટા વધ્યા, હવે યુવતીનો વીડિયો વાયરલ

રાજકોટની યુવતીનો હથિયાર અને વિદેશી દારૂ સાથે વીડિયો વાઇરલ થયો છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના હાથમાં હથિયાર અને દારૃ સાથેના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. નાના મૌવાની એક રેસીડેન્સીમાં રહેતી યુવતીના ઘણા વિવાદાસ્પદ વીડિઓ સામે આવ્યા છે. જોકે આ વીડિયોની ન્યુઝ 18 ગુજરાતી પૃષ્ટિ કરતું નથી.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટમાં જાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દારૂ અને હથિયારો લઇ રિલ અને વીડિયો બનાવવા સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ અવાર નવરા યુવા પેઢી વિવાદાસ્પદ વીડિયો બનાવે છે અને જે વાયુવેગે વાયરલ પણ થઇ જાય છે. આ વિવાદાસ્પદ વીડિયો બાદ રાજકોટ પોલીસ કાયદાકીય કાર્યવાહી પણ કરે છે પરંતુ આવા વીડિયો બનાવવાનું અટકી રહ્યું નથી. પહેલા યુવાનો દારૂની બોટલો અને હથિયારો સાથે વીડિયો બનાવતા હતા ત્યારે હવે આ મામલે યુવતીઓ પણ પાછળ રહી નથી. આવો જ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે જેમા એક યુવતી પોતાના હાથમાં દારૂની બોટલ અને હથિયાર લઇ નજરે જોઇ શકાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હથિયાર અને વિદેશી દારૂના વીડિયોનો ક્રેઝ વધ્યો છે ત્યારે વધુ એક રાજકોટની યુવતીનો હથિયાર અને વિદેશી દારૂ સાથે વીડિઓ વાઇરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના હાથમાં હથિયાર અને દારૃ સાથેના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. નાના મૌવાની એક રેસીડેન્સીમાં રહેતી યુવતીના ઘણા વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા છે. જોકે આ વીડિયોની ન્યુઝ 18 ગુજરાતી પૃષ્ટિ કરતું નથી.



તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાના ફેન ફોલોઅર્સ વધારવા માટે તથા ફેમસ થવા માટે થઈને આજની યુવા પેઢી પોતે રિવોલ્વર અને દારૂની બોટલો સાથેના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે અને જે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે છે છતા યુવાનો આ પ્રકારના વીડિયો બનાવી પોતાના ભવિષ્ય સાથે ચેડા કરતા રહે છે.

આ પણ વાંચો: બર્થ ડે સેલિબ્રેશન કર્યા બાદ અડધી રાત્રે પતિએ એવો કાંડ કર્યો કે પત્ની સીધી પોલીસ સ્ટેશન પહોંચી

ઉલ્લેખનિય છે કે, રાજકોટ શહેર બાદ રાજકોટ ગ્રામ્યમાં પણ શરાબી ડાન્સના કેટલાત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સોશિયલ મીડિયામાં શરાબી ડાન્સનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને લોધિકા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી દારૂની બોટલ સાથે ઝૂમી રહેલા બે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરી છે.
First published:

Tags: Latest News Rajkot Crime, Rajkot Crime, Rajkot Latest News