રાજકોટના વૈશાલીબેન અન્ય મહિલાઓને ફ્રીમાં આપે છે માર્શલ આર્ટની તાલિમ
આ બધુ ત્યારે જ થશે જ્યારે આપણે સેલ્ફ ડિફેન્સ શીખી શકશું. તો જ આપણે લડી શકીશું. એવુ નથી કે તમે મજબૂત બની જશો અને મારામારી કરશો. પણ ના તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી જાતનું રક્ષણ કરી શકશો.
Mustufa Lakdawala,Rajkot : એકલ દોકલ જતી મહિલાઓ સાથે છેડતી સહિતના અત્યાચારોનાં બનાવો વધી રહ્યાં છે. ત્યારે મહિલાઓ આવા લેભાગુ તત્ત્વોનો સામનો કરી તેમજ મહિલાઓ શારીરિક-માનસિક રીતે મજબૂત બની શકે તે ઉદ્દેશ સાથે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વૈશાલી જોષી મહિલાઓ માટે નિ:શુલ્ક માર્શલ શિખવે છે.
રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વૈશાલી જોષીએ કહે છે કે હું છેલ્લા 20 વર્ષથી માર્સલ આર્ટ્સ શિખવું છું.ખાસ કરીને બહેનોને ફ્રીમાં ટ્રેનિંગ આપી છે.વૈશાલી જોષીએ અત્યાર સુધીમાં 48 હજાર છોકરીઓને ટ્રેન કરી છે.જેમાં પડકાર, મોદીજીના પ્રોજેક્ટ્સ, પોલીસ ટ્રેનિંગ, આર્મી ટ્રેનિંગ, NCC ટ્રેનિંગ અમે દર મહિને કરીએ છીએ.
અમે અલગ અલગ કોલેજ અને સ્કુલમાં જઈને અમે બહેનોને શિખવાડીએ છીએ કે સેલ્ફ ડિફાઈન્સ કેવી રીતે કરવું.આ માટે અમે 1 કલાક ટ્રેનિંગ આપીએ છીએ.. ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે 1 કલાકમાં શું સીખી શકીએ.પણ એવું નથી.
વૈશાલી જોષીએ કહ્યું કે હું જ્યારે નાની હતી ત્યારે હું પણ ડરપોક હતી. આ સાથે જ અમારા સમયમાં એવુ હતું કે છોકરીઓને આવુ બધુ શીખીને ક્યા જવુ છે. એવુ કહેવામાં આવતુ હતું. એ સમયે શિખવા માટે પેરેન્ટસ પણ આપણને એટલો બધો સપોર્ટ ન કરતા હતા.એ સમયે ગ્રુપમાં છોકરાઓ પણ હેરાન કરતા હતા.
એ સમયે મે 10-15 દિવસનો કરાટેનો કેમ્પ જોઈન કર્યો હતો. ત્યારે મને એવુ થયુ હતું કે વાહ હું તો મજબૂત બની ગઈ છું.ભલે હું ફિઝિકલી શિખી હોય કે ના શિખી હોય પણ હું મેઈન્ટલી હું સ્ટ્રોંગ થઈ ગઈ હતી. જે બાદમને કોઈ કંઈ કહેતુ તો હું તેને તેનો જવાબ આપી દેતી હતી. અને હું તેની સાથે ફાઈટ કરવામાં પણ તૈયાર થઈ જતી હતી.
તો અત્યારના સમયમાં બહેનો બહાર જઈને કામ કરે છે અને તેને એકલા જવા અને આવવાનું થતું હોય છે. તો ત્યારે આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આપણે કોઈની પણ સાથે ફાઈટ કરી શકશું. અને જે આપણને હેરાન કરશે તેને આપણે વળતો જવાબ આપી દઈશું.
આ બધુ ત્યારે જ થશે જ્યારે આપણે સેલ્ફ ડિફેન્સ શીખી શકશું. તો જ આપણે લડી શકીશું. એવુ નથી કે તમે મજબૂત બની જશો અને મારામારી કરશો. પણ ના તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી જાતનું રક્ષણ કરી શકશો. વૈશાલી જોષીએ કહ્યું કે બહેનોમાં ડર હોય છે. જેના કારણે તે કંઈ કરી શકતી નથી.પણ જો તમારામાં સેલ્ફ ડિફેન્સ હોય તો તમે ગમે તે કરી શકો છો અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશો. જેથી વૈશાલી બહેનનું કહેવુ છે કે દરેક દિકરીએ માર્સલ આર્ટ તો શિખવું જ જોઈએ.