Home /News /rajkot /Vacation Special Train: સૌરાષ્ટ્રમાંથી નૈનીતાલ જવું છે ફરવા, તો આ ટ્રેનની માહિતી જાણી લો
Vacation Special Train: સૌરાષ્ટ્રમાંથી નૈનીતાલ જવું છે ફરવા, તો આ ટ્રેનની માહિતી જાણી લો
file image
લોકો હવે આ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છે.ત્યારે લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ભાડા પર ટ્રેન શરૂ કરવામાં આવશે.
Mustufa Lakdawala,Rajkot : ઉનાળાનું વેકેશન હવે માર્ચ મહિનાથી શરૂ થઈ જશે.ત્યારે લોકો હવે આ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છે.ત્યારે લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ભાડા પર ટ્રેન શરૂ કરવામાં આવશે.
રાજકોટથી નૈનીતાલ જવા માંગતા લોકો માટે વિશેષ ટ્રેન કરવામાં આવશે.મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને લાલકુઆં (ઉત્તરાખંડમાં નૈનીતાલ જીલામાં આવેલુ ગામ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 05046 રાજકોટ - લાલકુઆં સ્પેશિયલ સોમવાર 13મી માર્ચ, 2023ના રોજ 22.30 કલાકે રાજકોટથી ઉપડશે અને બુધવારે 04.05 કલાકે લાલકુઆં પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ 12મી માર્ચ 2023 રવિવારના રોજ લાલકુઆં થી 13.10 કલાકે ઉપડશે અને સોમવારે 18.35 કલાકે રાજકોટ પહોંચશે.
ટ્રેન નંબર 05046 માટેનું બુકિંગ 10મી માર્ચ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.