Home /News /rajkot /ઉત્તરાયણની મજા બની મોતની સજા, એક બાળકનું મોત, 4 ઘવાયા અને 100થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત
ઉત્તરાયણની મજા બની મોતની સજા, એક બાળકનું મોત, 4 ઘવાયા અને 100થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત
ઉત્તરાયણની મજા બની મોતની સજા
Uttarayan in rajkot: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજ રોજ સૌ કોઈ મકરસંક્રાંતિના પર્વની ભાવભેર ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટ સહિત અનેક જગ્યાએ આનંદની કીલકારીઓ મોતની ચિચયારીઓમાં ફેરવાઈ ગઈ હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
રાજકોટ: રાજકોટ શહેરના કોઠારીયા શાક માર્કેટ પાસેથી પસાર થતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની ભાગોળે રહેતા લોથડા ગામમાં રહેતા ઋષભ અજય વર્મા નામનો માસુમ જ્યારે કોઠારીયા શાક માર્કેટ પાસેથી બપોરના સમયે પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાઈનીઝ દોરી તેના ગળાના ભાગે લાગવાથી તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ત્યારે બાળકને વધુ સારવાર મળે તે પૂર્વે જ તેનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે સર્જરી વિભાગમાં તેની સર્જરી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી હતી.
વર્મા પરિવારના આંગણે માતમનું વાતાવરણ
જોકે બાળકને સર્જરી પૂર્ણ થાય તે પૂર્વે જ તેને દમ તોડી દીધા હોવાને જાણવા મળી રહ્યું છે. આમ, ઉલ્લાસના વાતાવરણની વચ્ચે વર્મા પરિવારના આંગણે માતમનું વાતાવરણ છવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટ શહેરમાં સવારથી બપોર સુધીમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાનું પણ જાણકારી મળી છે. ઘાયલ થયેલ વ્યક્તિઓને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને ટાંકા પણ લેવડાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગોંડલના યુવાનને દાઢીના ભાગે દોરો વાગી જતા તેને 17 ટાંકા લેવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યુવક રાજકોટ પોતાના કામકાજ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન આશાપુરા ચોકડી પાસે પતંગનો દોરો લાગી જતા તેને ઈજા પહોંચી હતી. ઇજાજાગ્રસ્ત યુવકનું નામ પ્રણવ અશ્વિનભાઈ મારું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ગઈકાલે રાજકોટના બેડી વિસ્તારમાં રહેતો 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું હતું. ઈજાગ્રસ્ત યુવાને ઇમરજન્સીમાં દવાખાને ખસેડવામાં આવતા તેને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન
ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા રૂપ બની ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે સજા બની જાય છે. સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ પક્ષીઓ ખવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી કરુણા ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પક્ષીઓને સારવાર માટે લઈ જાય છે.