Home /News /rajkot /ઉત્તરપ્રદેશમાં થયેલા હુલ્લડો પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેનને ઉથલાવવા ના પ્રયાસ કરનાર મુખ્ય આરોપીએ જણાવ્યો પોતા
ઉત્તરપ્રદેશમાં થયેલા હુલ્લડો પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેનને ઉથલાવવા ના પ્રયાસ કરનાર મુખ્ય આરોપીએ જણાવ્યો પોતા
ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો
train overturn Trying : મોરબી (Morbi) થી વાંકાનેર (Vankaner) આવતી ડેમુ ટ્રેન (demu train) ને ઉથલાવવાનો પ્રયાસ ગત 12મી જૂન ના રોજ કરવામાં આવ્યો હતો. રેલ્વે સિગ્નલ પાસે બ્રોડગેજ રેલ્વે લાઈન ના પાટા ઉપર મોટા પ્રમાણમાં જૂની ઈંટો અને તેના ટુકડાઓ મૂકી આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
રાજકોટ : થોડા દિવસો પૂર્વે મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય આરોપીએ પોતાની પૂછપરછમાં ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલા રાયોટીંગ તેમજ ત્યારબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના પ્રત્યાઘાત સ્વરૂપે સમગ્ર ઘટનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું.
શું હતો સમગ્ર બનાવ
મોરબી થી વાંકાનેર આવતી ડેમુ ટ્રેન ને ઉથલાવવાનો પ્રયાસ ગત 12મી જૂન ના રોજ કરવામાં આવ્યો હતો. રેલ્વે સિગ્નલ પાસે બ્રોડગેજ રેલ્વે લાઈન ના પાટા ઉપર મોટા પ્રમાણમાં જૂની ઈંટો અને તેના ટુકડાઓ મૂકી આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન ઉથલાવી ટ્રેનમાં બેસેલા પેસેન્જરોની મોટા પ્રમાણમાં જાનહાની થાય તે પ્રકારે આરોપીઓ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયન રેલવે એકટ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન રેલવે પોલીસને બાતમી મળી હતી કે, સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી તરીકે અકબર ઉર્ફે હકો તેમજ લક્ષ્મણ ભાઈ મગનભાઈ ઈશોરા નામની વ્યક્તિ સામેલ છે.
કેવી રીતે કરી ધરપકડ
સચોટ બાતમીના આધારે રેલવે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં આરોપી અકબર ઉર્ફે હકાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હુલ્લડો થયા હતા. જે હુલ્લડોમાં પોલીસ દ્વારા રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ એક ચોક્કસ સંપ્રદાયના લોકો વિરુદ્ધ કડકાઈ પૂર્વક એક્શન લેવામાં આવ્યા હતા. જે એક્શન અંતર્ગત ચોક્કસ સમુદાયના લોકોની મિલકત ઉપર બુલડોઝર ફરી વળ્યા હતા. જે ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટનામાં અંજામ આપવા માટે તેણે લક્ષ્મણભાઈ કોળીની મદદ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ મોરબી થી વાંકાનેર તરફ ડેમુ ટ્રેન જતી હતી. મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયું હતું જેના કારણે તેમાં મોરબી થી વાંકાનેર તરફ જતા સમયે એક પણ મુસાફર નહોતો. જેથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. સમગ્ર મામલે જે તે સમયે સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર ગૌતમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.