Home /News /rajkot /ઉપલેટા: કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

ઉપલેટા: કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

અચાનક કારચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.

Upleta Car Accident: કારચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ. સતસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો.

    ઉપલેટા: ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રબારીકા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. ભાણવડના ચાંદવડ ગામના પાંચ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા. અચાનક કારચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતને લઈ ભાયાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

    સતસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો

    સતસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. ચાંદવડના પાંચ વ્યક્તિ તરઘડી સતસંગમાં ગયા હતા. જ્યારે પરત ફરતી વખતે રબારીકા ગામ પાસે વૃક્ષ સાથે કાર અથડાઇ હતી. અચાનક કારચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં રામાભાઇ સવાભાઈ ભોચીયાનું ઘટના સ્થળ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય ચાર ઈજાગ્રસ્તોને ઉપલેટા કોટેઝ હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: સુરત: જ્વેલર્સમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ, CCTV

    ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર વૃક્ષ સાથે અથડાઇ

    નોંધનીય છે કે, કારમાં સવાર પાંચ લોકો સતસંગમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. કોઇ કારણસર ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર વૃક્ષ સાથે અથડાઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત અંગે જાણ થતાં 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને સવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन