Mustufa Lakdawala, Rajkot: છેલ્લા 2 દિવસથી રાજકોટમાં વાવાઝાડો સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજેપણ બપોર બાદ પવન સાથે વરસાદી ઝાપટુ વરસ્યું હતું. એવામાં માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે.
અગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં આજે કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ ભારે બફારા વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડક મળી છે અને સમગ્ર વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટા બાદ રાજકોટ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.