લ્યો બોલો! દિપડાના ડરથી લોકો દિપડાના જ પાંજરામાં પુરાવા મજબૂર
મોડાસા તાલુકાના ભાટકોટા ગામ આસપાસ 4 દીપડા પાણી, ખોરાકની શોધમાં આંટા ફેરા કરે છે. જેને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ ખેતરમાં ખેતી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
Mustufa Lakdawala,Rajkot : છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી ગયા છે. જેને લઈને લોકો પણ ડરી રહ્યાં છે. રાતના સમયે બહાર નીકળતા પહેલા ડર લાગે છે. એમાં પણ ખેડૂતોને રાતે ખેતરે જવું ખુબ મુશ્કેલ બની જાય છે. ત્યારે અરવલ્લી અને અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીનો ત્રાસ વધી જતા ખેડૂતો પોતાના ખેતરમાં દિપડાથી બચવા માટે દિપડાના પાંજરામાં પુરાવા માટે મજબૂર બની ગયા છે.
મોડાસા તાલુકાના ભાટકોટા ગામ આસપાસ 4 દીપડા પાણી, ખોરાકની શોધમાં આંટા ફેરા કરે છે. જેને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ ખેતરમાં ખેતી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
મળતી માહિતી અનુસાર ભાટકોટા પંથકમાં અવારનવાર દિપડો જોવા મળે છે.. જેથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે ડર લાગી રહ્યું છે. મનમાં એક જ બીક હોય છે કે દીપડો હશે તો અથવા દીપડો આવી ચડશે તો.ત્યારે આ ડરથી બચવા તેમજ ખેતરમાં પાકનું રક્ષણ તે માટે ખેડૂતો હવે દિપડાના પાંજરામાં પુરાઈને ખેતરનુ રખોપુ કરે છે.દીપડાના દહેશતથી બચવા અને ઉભા પાકને બચાવવા ખેડૂત દ્વારા ખેતરમાં જ ખાટલા પર લોખંડનું પાંજરૂં બનાવી દીધું છે.
જોકે દરેક ખેડૂત માટે લોંખડનું પાંજરૂ બનાવવું થોડુ મુશ્કેલ કામ છે.જેથઈ જીવ બચાવવો કે પાક બચાવો તેવી સ્થિતિ ઉભી થઈ છે.જો કે વન્યપ્રાણીઓ દેખાઈ તો વનવિભાગને જાણ કરવામાં આવતી હોય છે.જેથી વનવિભાગ દ્વારા પાંજરા મુકી દેવામાં આવે છે.પણ અહિંયા તો છેલ્લા એક મહિનાથી આ ગામના લોકો જીવના જોખમે ખેતર જઈ રહ્યાં છે.