છાણા ચોરવાની અનોખી પ્રથા, યુવાનો અને બાળકો કરે છે છાણાની ચોરી
ભરતભાઈ કુંડિયાએ જણાવ્યું હતું કે છાણા અમે વર્ષોથી થાપીએ છીએ.હોળી આવે તેના 4 મહિના પહેલા છાણા થાપવાની શરૂઆત કરી દઈએ છીએ.પહેલા છાણા ફ્રીમાં આપવામાં આવતા હતા પણ અત્યારે ખોળ અને ઘાસચારોનો ભાવ વધી જતા ફ્રીમાં આપવુ ન પોસાઈ.
Mustufa Lakdawala,Rajkot : હોળી માતા હોળી, છાણા લઈ ગ્યા ચોરી.આધુનિક જમાનામાં હોળી અને ધુળેટીના તહેવારોની ઉજવણી તો રંગેચંગે કરવામાં આવે છે. ત્યારે વડિલો પોતાના સમયમાં થતી હોળીની યાદ અપાવતા કહે છે કે તેમના સમયમાં છાણા ચોરીને હોળી કરવામાં આવતી હતી. સ્થાનિકો પોતાના જુના સમયથી ચાલતી પરંપરાઓ અને રીવાજો ઉત્સવોની વિવિધ ઉજવણીને યાદ કરે છે જે નવી પેઢીને આશ્ચર્ય પમાડે છે.
35-40 વર્ષ પહેલા હોળીના 145 દિવસ પહેલા કિશોરો હોળી માટે છાણા ચોરવા નીકળી પડતા, નિશાળેથી બપોર છુટીને ચોરીનો પ્લાન કરતા તેમા પકડાતા તો માર પણ પડતો. બીજાની હોળીથી પોતાની હોળી મોટી દેખાડવા માટે છાણા એકઠા કરતા અને ગોઠવાતા હતાં.
ત્યારે સમગ્ર મામલે રણજીતભાઈ મુંઢવાએ જણાવ્યું હતું કે હિરણ્ય કશ્યપ નામનો એક રાજો હતો. જેને જંગલમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન લીધુ હતું.તેને વરદાન લીધુ હતું કે હું અમર થઈ જાવ.પણ ભગવાને કહ્યું કે તને અમર થવાનું વચન ન આપી શકું પછી તેને વરદાન માંગ્યું કે ન ધરતી ઉપર કે ન તો આકાશ નીચે.નહીં ઘરમાં કે નહીં બાર.નહીં તો ઉનાળામાં કે ન તો શિયાળામાં.ન તો દેવી દેવતાઓના હાથે કે ન તો રાક્ષસના હાથે મારૂ મોત થાય,પછી ભગવાને તથાસ્તુ કહ્યું.
પછી રાજા હિરણ્ય કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુના ભક્ત એવા પ્રહલાદનો જન્મ થયો.જ્યારે પ્રહલાદે ભગવાનની પૂજા શરૂ કરી તો હિરણ્ય કશ્યપે કહ્યું કે હું એક જ ધરતી પરનો ભગવાન છું.જેથી તુ બીજાની પૂજા ન કરે.પણ પ્રહલાદે ભગવાન વિષ્ણુની પૂજા ચાલુ રાખી.પ્રહલાદને મારવા માટે તેના પિતાએ ઘણા પ્રયાસ કર્યા પણ તમામ નિષ્ફળ રહ્યાં અંતે રાજા હિરણ્ય કશ્યપે તેની બહેન હોલીકાને કહ્યું કે તને અગ્નિનું વરદાન છે.તો તું હોળીમાં પ્રહલાદને તારા ખોળામાં લઈને બેસી જા અને તેને બાળી નાખ.
પણ ત્યારે પણ ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો.બસ ત્યારથી જ આ હોળીની શરૂઆત થઈ અને આજે પણ લોકો હોળીનો તહેવાર ઉજવે છે.હોળીમાં જંગલમાંથી લાકડા લાવીને હોળી કરવામાં આવતી હતી.પણ હવે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે.તેમ તેમ થોડા બદલાવ પણ આવી રહ્યાં છે.અત્યારે ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે રાજકોટમાં છાણા ચોરી કરીને હોળીની ઉજવણી કરવામાં આવે છે.રણજીતભાઈ મુંઢવાએ જણાવ્યું કે આ છાણાની ચોરી કરીને હોળીની ઉજવણી કરવા પાછળ પણ એક તર્ક છે.પહેલા જ્યારે છાણાની ચોરી કરવા માટે ગામના યુવાનો જતા અને પકડાઈ જતા તો તેઓને છાણાના માલિક દ્વારા ઢોરની રખેવારી કરવાની અને તેનું ધ્યાન રાખવાની સજા આપવામાં આવતી.આ વાત હોળી સાથે જોડાયેલી છે. રણજીતભાઈએ કહ્યું કે અમે જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે અમે યુવાનો સાથે છાણા ચોરવા જતા હતા.એક-બેવાર અમે પકડાઈ પણ ગયા છીએ.અને સજા પણ મળી છે.પણ આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે.
ભરતભાઈ કુંડિયાએ જણાવ્યું હતું કે છાણા અમે વર્ષોથી થાપીએ છીએ.હોળી આવે તેના 4 મહિના પહેલા છાણા થાપવાની શરૂઆત કરી દઈએ છીએ.પહેલા છાણા ફ્રીમાં આપવામાં આવતા હતા પણ અત્યારે ખોળ અને ઘાસચારોનો ભાવ વધી જતા ફ્રીમાં આપવુ ન પોસાઈ.અને આ પૈસા અમે છોકરાવ પાછળ ખર્ચીએ છીએ.
પહેલાના સમયમાં છાણા ચોરીને હોળી કરતા હતા.પણ હવે ધીમે ધીમે આ ઓછુ થઈ ગયું છે.તેમ છતાં અમે છાણાનું ધ્યાન રાખીએ છીએ.કારણ કે અમે આમાં ઘણી મહેનત કરતા હોઈ છીએ.જો કોઈ છાણા ચોરતુ પકડાઈ તો અમે તેના પરિવારને જાણ કરીએ છીએ.કારણ કે છાણા અમારે મફતમાં નથી થતા.અને એને સજા પણ આપીએ કે તે ઢોરનું નાના મોટુ કામ કરે.