Home /News /rajkot /રાજકોટમાં માણસ અને શ્વાન વચ્ચે અનોખો પ્રેમ, શેઠના મૃત્યુ બાદ તેમનો શ્વાન પ્રેમ અકબંધ
રાજકોટમાં માણસ અને શ્વાન વચ્ચે અનોખો પ્રેમ, શેઠના મૃત્યુ બાદ તેમનો શ્વાન પ્રેમ અકબંધ
શ્વાનો પ્રત્યે અનોખો પ્રેમ
Rajkot unique love: રાજકોટમાં માણસ અને સ્વાન વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. પોતાના શેઠના મૃત્યુ બાદ માંડણભાઈ નામના વ્યક્તિ કરી રહ્યા છે એવું કામ કે જેની શ્વાનો દરરોજ રાહ જોઈ રહ્યા છે.
રાજકોટ: રાજકોટમાં માણસ અને સ્વાન વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. સાંજ પડતાની સાથે જ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ શ્વાન જેની રાહ જોઈને બેઠા હોય છે જે વ્યક્તિ તે હવે આ દુનિયામાં નથી રહ્યા. ત્યારે પોતાના શેઠના મૃત્યુ બાદ માંડણભાઈ નામના વ્યક્તિ કરી રહ્યા છે એવું કામ કે જેની શ્વાનો દરરોજ રાહ જોઈ રહ્યા છે. તેઓ દરરોજ શ્વાનોને દૂધ પીવડાવતા હોય છે.
માંડણભાઈ એટલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ
માંડણભાઈ જોગરાણા નામના વ્યક્તિના શેઠનું મૃત્યુ બે મહિના પહેલા થયું હતું. મૃત્યુ પામેલા શેઠ દરરોજ શહેરમાં અલગ અલગ જગ્યાએ જઈને શ્વાનોને દૂધ પીવડાવતા હતા. તેઓ આ કામ છેલ્લા 24 વર્ષથી કરી રહ્યા હતા. જોકે તેમનું નિધન બે મહિના પહેલા થયું હતું. ત્યારે હવે તેમના માણસ માંડણભાઈને વિચાર આવ્યો કે હવે તેમના શેઠ નથી તો હવે શ્વાનોને કોણ સાંજે ખોરાક પૂરો પાડશે? શેઠની રાહ જોઈને બેઠેલા શ્વાનોને શેઠની ગેરહાજરીમાં જમવાનું ન મળતા તેઓ નિરાશ થશે આ વિચાર આવતાની સાથે જ શેઠની આ પરંપરા પોતે જાળવવાનું નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તેમના શેઠ જે રીતે રખડતા સ્વાનને ખોરાક પૂરો પાડતા તે રીતે તેઓ પણ કાર્ય કરી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાઓ જઈને તેઓ શ્વાનોને દૂધ પીવડાવી રહ્યા છે. માંડળભાઈ નામના વ્યક્તિ દરરોજ આશરે 150થી 175 જેટલા શ્વાનને તેઓ દૂધ પીવડાવે છે. શહેરની 22 જેટલી અલગ અલગ જગ્યા પર જઈને તેઓ શ્વાનોની સેવા કરી રહ્યા છે. તેઓ દરરોજ સાંજે 5:00 વાગ્યથી આ કામમાં લાગી જાય છે જે રાત્રે 8 વાગ્યા સુધી આ કાર્યકર્તા હોય છે.
મળતી માહિતી પ્રમાણે દરરોજ 50 લિટર જેટલું દૂધ તેઓ શ્વાનોને પીવડાવે છે. દરરોજનો આશરે 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે ખર્ચ તેમના મિત્રો પણ ઉઠાવે છે. માંડળભાઈ સાંજે 5:00 વાગ્યે એરપોર્ટ ફાટક વિસ્તારમાંથી નીકળે છે ત્યાંથી તેઓ બહુમાળી ચોક સર્કિટ હાઉસ વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે, અને શ્વાનોને દૂધ પીવડાવે છે. માંડણભાઈ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.