Home /News /rajkot /જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા, જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી

જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા, જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી

બે જેટલા યુવાનો ખાડામાં ખાબક્યા

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે જેટલા યુવાનો બાઇક સાથે ખાબક્યા હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે જેટલા યુવાનો બાઇક સાથે ખાબક્યા હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા


પ્રાપ્ત માહિતી અનુસાર ગત 29 ડિસેમ્બરના રોજ ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે નગરપાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે જેટલા યુવાનો બાઈક સાથે ખાબકીયા હોવાનું સામે આવ્યું છે. ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. જેથી પાઇપલાઇન લીકેજની કામગીરીનું કામ ચાલી રહ્યું છે. જે સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા બે જેટલા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ આ ખાડાની આસપાસ કોઈપણ પ્રકારનો સાઈન બોર્ડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: રમતાં રમતાં ખાડામાં પડી ગયો 2 વર્ષનો માસૂમ, ભારે જહેમત બાદ આબાદ બચાવ

બે જેટલા યુવાનો બાઇક સાથે ખાડામાં ખાબક્યા


મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે અહીંથી પસાર થતાં બે જેટલા યુવાનો બાઇક સાથે ખાડામાં ખાબક્યા હતા. ખાડામાં ખાબકવાના કારણે બંનેને ઇજા પહોંચતા બંને યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગુંદાળા પેટ્રોલ પંપથી લઈ જેલ ચોક સુધીના રાજમાર્ગો પર પાણીની પાઇપલાઇનના લીકેજના પ્રશ્નો સામે આવ્યા છે. જેને લઇ ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર ખાડા કરીને લાઇન રીપેરીંગ કરવાની કામગીરી આ રમવામાં આવી છે.


આ પણ વાંચો: 31 ડિસેમ્બરની ઉજવણીમાં મહિલા સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા

ગોંડલ નગરપાલિકાની ગંભીર બેદરકારી


આ સાથે બીજી તરફ ગુંદાળા દરવાજા સાઈડથી લઈ જેલ ચોક સુધીના રસ્તા પર જે પણ જગ્યાએ કામ ચાલી રહ્યું છે. ત્યા પણ કે અન્ય કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આમ, ગોંડલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. હવે સવાલ તો એ થાય છે કે, આખરે ખાડાઓના કારણે મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોની રહેશે. શું મોટી અકસ્માતની ઘટના બનશે તો તેના માટે ગોંડલ નગરપાલિકા પોતાની જવાબદારી માનશે કે કેમ? તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Accident CCTV, CCTV Video, Rajkot News

विज्ञापन
विज्ञापन