Home /News /rajkot /કમકમાટી ભર્યો Accident: ઉપલેટા નજીક પદયાત્રી મહિલાઓ ઉપર બેકાબુ કાર ફરીવળી, બે મહિલાના ઘટના સ્થળે મોત
કમકમાટી ભર્યો Accident: ઉપલેટા નજીક પદયાત્રી મહિલાઓ ઉપર બેકાબુ કાર ફરીવળી, બે મહિલાના ઘટના સ્થળે મોત
કાર અકસ્માતમાં મોતને ભેટેલી મહિલાઓ
rajkot crime news: વડોદરાના (vadodara) પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ (women) પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હતા. ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી.
રાજકોટઃ ગુજરાતમાં માર્ગ અકસ્માત (accident in Gujarat) દરરોજ બનતા રહે છે ત્યારે રાજકોટ નજીક ઉપલેટા (Upleta) નજીક આજે એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. અહીં પગપાળા દ્વારકા જતા પદયાત્રીઓ (car hits Pedestrians) ઉપર કાર ફળી વળતાં બે મહિલાઓઓના ઘટના સ્થળે જ પ્રાણ નીકળી ગયા હતા. એક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. વડોદરાના (vadodara) પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હતા.
માનતા પુરી કરવા માટે પાદરાથી દ્વારકા જતો હતો સંઘ કમકમાટી ભરી ઘટના અંગે વાત કરીએ તો વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી. ગતરાત્રિના રોજ પગપાળા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી પહોંચ્યો હતો. સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે પુરુષ અને મહિલાઓનો સંઘ પગપાળા આગળ ચાલતો થયો હતો.
કાર ચાલકે કાબુ ગુમાવતા પદયાત્રીઓને પાછળથી ટક્કર મારી હતી સંઘ ઉપલેટા-પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. ત્યારે GJ-O1-RA-7100 નંબરની કારના ચાલકે અહીં રોડ પર કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બે મહિલા પદયાત્રીઓનું મોત નિપજ્યુ હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી.
ત્રણ મહિલા ઉપર કાર ફરીવળી ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આથી બે મહિલા કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાઇ છે. ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ દોડી ગઈ હતી અને મૃતક બે મહિલાના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.