Home /News /rajkot /Rajkot Accident: રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા, બંનેમાં બે લોકોના મોત નીપજતા શોકનો માહોલ છવાયો

Rajkot Accident: રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા, બંનેમાં બે લોકોના મોત નીપજતા શોકનો માહોલ છવાયો

બંને મૃતકોની ફાઇલ તસવીર

Rajkot Accident: રાજકોટ શહેરમાં અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આજે અકસ્માતની દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

રાજકોટઃ શહેરમાં અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આજે અકસ્માતની દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ડમ્પરે ઠોકર મારતા પોલીસ કમિશનર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માતની ઘટનામાં પણ યુવાનનું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં થયેલા પહેલા અકસ્માતની માહિતી


મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધાપર ચોકડી પાસે ડમ્પરની ઠોકરે પોલીસ કમિશનર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવનારા પ્રવીણભાઈ વાઘેલા નામના કર્મચારીનું મોત નીપજ્યું હતું. ત્યારે કસ્તુરબા રોડ પર અન્ય એક અકસ્માત સર્જાયો હતો. સરકારી વસાહતમાં રહેતા પ્રવીણભાઈ વાઘેલા બાઈક લઇ ઘરેથી મોરબી રોડ તરફ જઈ રહ્યા હતા. નવું મકાન ખરીદ્યુ હોવાથી ત્યાં મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે માધાપર ચોકડીથી તેઓ મોરબી રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજ ઉતરતી વખતે પ્રવીણભાઈના બાઈકને ડમ્પરે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા તાત્કાલિક અસરથી ક્યૂઆરટી તેમજ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક પ્રવીણભાઈ વાઘેલા પોલીસ કમિશનર કચેરીમાં રજીસ્ટ્રી શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતકના ભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા પોલીસ કંટ્રોલ રૂમમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે.


રાજકોટમાં બીજો અકસ્માત સર્જાયો


અકસ્માતના અન્ય એક બનાવમાં વરરાજાને તૈયાર કરી પરત ફરી રહેલા વાળંદ યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ભીડભંજન મહાદેવ પાસે રહેતા તેમજ કાલાવડ રોડ ઉપર ગુડ લક નામે સલૂન ધરાવતા ભુપેન્દ્ર ઉર્ફે વિકી બગથરીયા નામનો યુવાનને ગત મોડી રાત્રે બસ સ્ટેન્ડ પાસે અકસ્માત નડ્યો હતો. બસ સ્ટેન્ડ પાસે બાઈક બોલેરો પાછળ ઘૂસી જતા તેને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે, યુવાનને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot Accident, Rajkot News, Rajkot police

विज्ञापन