Home /News /rajkot /રાજકોટ: આ કોલેજનાં પ્રોફેસર પર વિદ્યાર્થિનીઓએ ત્રણ મહિના પહેલા કર્યો હતો સનસનીખેજ આરોપ

રાજકોટ: આ કોલેજનાં પ્રોફેસર પર વિદ્યાર્થિનીઓએ ત્રણ મહિના પહેલા કર્યો હતો સનસનીખેજ આરોપ

અરજી કર્યાનાં મહિનાઓ સુધી તપાસ ન થતા વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત જવાબદાર પ્રોફેસર તેરૈયા સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી

Rajkot News: સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં બંનેએ વિદ્યાર્થિનીઓએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કરતી અરજી આપી હતી. જેનો અત્યાર સુઘી કોઇ નિવેડો આવ્યો નથી.

રાજકોટ: શહેરનાં કાલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજનો વિવાદ ભારે ચર્ચામાં છે. જેમાં બે વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, સાયન્સના પ્રોફેસરે અભદ્ર માંગ કરી છે. જેથી આ સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો છે. ત્રણ મહિના પહેલાની આ ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે. કોલેજનાં પ્રિન્સિપલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'આ આખા કેસ માટે તપાસ કમિટિ રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

અરજી કર્યાનાં મહિનાઓ સુધી તપાસ ન થતા વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત જવાબદાર પ્રોફેસર તેરૈયા સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બંનેએ વિદ્યાર્થિનીઓએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અને તેની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: ગુજરાતના બ્રૂસ લીને, 8 વર્ષની ઉંમરે એવા કરાટે કરે છે જોતા જ રહી જશો!

સાયન્સની બંને વિદ્યાર્થિનીઓને એક્સટર્નલ માર્કસ પૂરે પૂરા આપવાની લાલચ આપીને તાબે થવાની માંગ પ્રોફેસરે કરી હોય તેવી ચર્ચા છે.

વીરબાર મહિલા કોલેજનાં પ્રિન્સિપાલ, કે. જે. ગણાત્રાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, સપ્ટેમ્બરનાં અંતમાં વિદ્યાર્થિઓની એક બાદ એક ક્રમમાં અરજી આવી છે. જેને સતામણી કે ગેર વર્તણૂંક કહી શકાય. હાલ આ અંગે કમિટિ ફાયનલ રિપોર્ટ સબમીટ કરશે છે. આ રિપોર્ટને ફાઇનલ ઓપ અપાઇ રહ્યો છે. જેને અમે એક સપ્તાહમાં સબમિટ કરી દઇશું.
First published:

Tags: ગુજરાત, રાજકોટ, વિવાદ

विज्ञापन