Home /News /rajkot /Temple: સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર કે જ્યાં મેલડી માતાજી બેમુખે બિરાજમાન છે, પરચા છે અપરંપાર!

Temple: સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર કે જ્યાં મેલડી માતાજી બેમુખે બિરાજમાન છે, પરચા છે અપરંપાર!

X
રાજકોટનું

રાજકોટનું જાણીતું મેલડી માતાજીનું મંદિર

સૌરાષ્ટ્રનું આ એક માત્ર મંદિર છે કે જ્યાં માતાજી બેમુખે બિરાજમાન છે.અહિંયા આવતા દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જેથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે અહિંયા આવે છે.

Mustufa Lakdawala,Rajkot : આજે અમે તમને રાજકોટમાં બિરાજમાન બે મુખવાળા મેલડી માતાના પરચા વિશે જણાવીશું.રાજકોટના બેડી ગામમાં 2 મુખવાળા મેલડી માતાજીનું મંદિર આવેલુ છે.આ મંદિર વર્ષો જુનુ અને ઐતિહાસિક મંદિર છે.અહિંયા આવતા દરેક ભક્તની મનોકામના પૂરી થાય છે.

આ માતાજી ગામ ગાંજાની મેલડી તરીકે ઓળખાઈ છે.બે મુખવાળા માતાજી અહિંયા સાક્ષાત મા મેલડી કહેવાય છે.અહિંયા દર અષાઢી બીજે આખા ગામનો જમણવાર થાય છે.અહિયા હાજરો ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવે છે.

અહીં ક્લિક કરીને વાંચો,...અહીં પોતાના ભક્તોને સપનામાં દર્શન આપે છે દેવી મા, આ મંદિરમાં પુરી થાય છે દરેક ઈચ્છા, જાણો માન્યતા

અહિંયા જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ નથી.અહિંયાની માનતાથી વાંજિયાને દિકરા થયા હોય તેવા પણ દાખલા છે. આ મંદિરમાં માત્ર રાજકોટના જ નહિં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ અહિંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે.  ત્યારે આ ગામના નવઘણભાઈએ જણાવ્યું હતું કે તેઓ 30 વર્ષથી માતાજીની સેવા કરે છે.માતાજીએ કડિયા કુંભારને ફાંસીએ છોડાવ્યો હતો.જેથી આ કડિયા કુંભારે અહિંયા એક ઓરડી બનાવી હતી.પણ માતાજીની રજા લેતા ભુલી ગયા હતા.જેથી માતાજી ત્યાં બેઠા રહ્યાં અને પછી આગળ મૂર્તિ બેસાડવા માટે કહ્યું હતું.માતાજીએ કહ્યું કે તમે અહિંયા મૂર્તિ બેસાડો હું બંને મુખે જમીશ.તેથી અહિંયા માતાજીની બેમુખી મૂર્તી છે.



સૌરાષ્ટ્રનું આ એક માત્ર મંદિર છે કે જ્યાં માતાજી બેમુખે બિરાજમાન છે.અહિંયા આવતા દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જેથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે અહિંયા આવે છે.લોકો દુર દુરથી અહિંયા દર્શન કરવા માટે આવે છે.250-300 વર્ષથી આ મંદિરમાં માતાજી બિરાજમાન છે.નવઘણભાઈએ જણાવ્યું કે અમારી 7 પેઢીથી અમે આ માતાજીની દરરોજ પુજા કરીએ છીએ.

વિપુલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ મંદિર રાજકોટથી 7 કિલોમીટર દુર બેડી ગામ આવેલુ છે.જ્યાં 2 મુખવાળા માતા મેલડીમાં બિરાજમાન છે. રાજાશાહી વખતનું આ ઐતિહાસિક મંદિર છે.અમારી છેલ્લા 5-6 પેઢીથી અમે આ માતાજીને માનીએ છીએ.



ઘરે બેસીને દિવો, નાળિયેર અને તાવાની માનતા રાખે તો પણ માતાજી તેની માનતા પુરી કરે છે.ઘરે બેસીને જ લોકો શ્રદ્ધા રાખે છે તો પણ માતાજી તેમની બધી માનતા પુરી કરે છે.બેડી ગામમાં વર્ષની 18એ 18 બીજના દિવસે ધુવાળા બંધ હોય છે અને લોકો અહિંયા જમે છે. અહિંયા માતાજીની લાપસી થાય છે.આ ખુબ જ ઐતિહાસિક મંદિર છે.જે પણ શ્રદ્ધાળુ મનથી અને દિલથી માનતા રાખે છે તેની માતા દરેક મનોકામના પૂરી કરે છે.
First published:

Tags: Temple